લખનઉ, તા. 10 : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ
શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ખેડૂત બની ગયા છે. શુભાંશુએ ડિશમાં મગ અને મેથીના
બીજ વાવ્યા હતા. આ વાવેતર સાથે શુભાંશુએ સેલ્ફી પણ લીધી હતી. માઇક્રો ગ્રેવિટી (સૂક્ષ્મ
ગુરુત્વાકર્ષણ) છોડના પ્રારંભિક વિકાસ પર કેવી અસર કરે છે, તે ચકાસવા પ્રયોગ કર્યો હતો. ભારતીય વાયુદળના
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લ 41 વર્ષ બાદ અવકાશની સફરે જનારા ભારતીય બન્યા છે.સ્ટેમસેલના અભ્યાસ, અવકાશમાં મગજ પર થતી અસરનો પણ અભ્યાસ શુભાંશુ
કરશે. આવા અભ્યાસોથી ભારતીય વૈજ્ઞાનિકો માટે નવા માર્ગો ખૂલશે.