ન્યુયોર્ક તા. 10 : વૈજ્ઞાનિકોએ પૃથ્વી અંગે મહત્વની ભવિષ્યવાણી કરી છે. તેમણે ચેતવણી
આપી કે આગામી સમયમાં પૃથ્વીની રફતાર વધશે અને એક દિવસનો સમય ર4 કલાકથી ઓછો થઈ શકે છે. લાઈવ સાયન્સના અહેવાલ
અનુસાર, રર જૂલાઈ અને પાંચમી ઓગષ્ટે ચંદ્રની સિથતી પૃથ્વીની
ફરવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. જેને પગલે દિવસ 1.3 થી 1.પ1 મિલી સેકન્ડ સુધી નાનો થઈ શકે છે. સામાન્ય રીતે પૃથ્વીનો એક
દિવસ 86400 સેકન્ડ (ર4 કલાક) નો હોય છે. પરંતુ પૃથ્વીની ગતિ સ્થિર રહેતી નથી. તેને અનેક કારણો
અસર કરે છે. જેમાં મુખ્યત્વે ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ સામેલ છે. પૃથ્વીનું
ચુંબકીય ક્ષેત્ર અને જમીનની અંદર તથા સપાટી ઉપર બદલાવની અસર જોવા મળે છે. આવા પરિબળો
પૃથ્વીની ફરવાની પ્રક્રિયાને સુક્ષ્મ અસર કરે છે. જયારે ચંદ્ર પૃથ્વીની ભૂમધ્ય રેખા
પાસે હોય છે તો તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીની ફરવાની ગતિને ઝડપી બનાવી શકે છે. વૈજ્ઞાનિકો
અનુસાર આશરે 1 થી ર અબજ વર્ષ પહેલા એક દિવસમાં માત્ર 19 કલાક હતા. તે સમયે ચંદ્ર પૃથ્વીની
વધુ નજીક હતો. જેથી તેના ગુરુત્વાકર્ષણની અસર વધુ હતી. જેમ જેમ ચંદ્ર દૂર જતો ગયો તેમ
દિવસનો સમય વધતો ગયો. પ જૂલાઈ ર0ર4ના રશોજ અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ નોંધાયો
હતો જે 1.66 મિલી સેકન્ડ નાનો હતો.