• ગુરુવાર, 02 મે, 2024

આમ આદમી પાર્ટીને બે આંચકા

યુવા નેતા ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયાનું રાજીનામું : સુરત તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આમ આદમી પાર્ટીનો રાજ્યમાં હજુ ખાસ વિસ્તાર થયો નથી. પરંતુ સુરતના પાટીદાર વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ફેલાવો થયો છે. ફેલાવો વધે તે અગાઉ આપને મોટો ઝટકો આજે લાગ્યો છે. આપના યુવા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધું છે.   વર્ષ 2019માં વિધાનસભામાં આપનો ચહેરો બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા એક સમયે રાજકીય પક્ષ ભાજપ માટે માથાનો દુ:ખાવો સાબિત થયા હતા. આજે બન્નેના રાજીનામાથી રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે. બન્ને યુવા નેતા ક્યા પક્ષ સાથે જોડાય છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. સૂત્રોનું માનીએ તો બન્ને ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. મામલે આગામી દિવસોમાં વિધિવત કોઈ જાહેરાત થાય તો નવાઈ નહીં. છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાને ગત વિધાનસભામાં આમઆદમી પાર્ટીએ ગત વિધાનસભામાં ટીકિટ આપી હતી. જો કે બન્ને યુવા નેતાની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. બન્નેએ આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને લેખિતમાં રાજીનામુ આપી દીધું છે. રાજીનામાં અંગે ધાર્મિક માલવિયાએ કહ્યું કે, આમ પણ અમે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય નહોતાં. એટલે અમારા રાજીનામાંને લઈને કોઈ ઉહાપોહ થવો જોઈએ. અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યો સાથે વિશેષ સંકળાયેલા છીએ અને સામાજિક કાર્યો કરતા રહીશું. હાલ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. - ધારાસભ્ય અમાનતુલ્લાહની ઈડી દ્વારા ધરપકડ  : નવી દિલ્હી, તા. 18 : લોકસભા ચૂંટણી પહેલાં અમાનતુલ્લાહ ખાનની ધરપકડ થતાં લોકસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગુરુવારે અમાનતુલ્લાહ ખાન ઇડી સમક્ષ પૂછપરછ માટે ઉપસ્થિત થયા હતા. નવ કલાકની પૂછપરછ બાદ વકફ બોર્ડ નિયુક્તિ ગોટાળાના કેસમાં પીઅમએલએ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાનૂની ભરતી કરવા અંગે આપના નેતા અને ઓખલાના વિધાયક અમાનતુલ્લાહ પર આરોપ લગાડવામાં આવ્યો હતો. ઉપરાંત તેમના પર ગેરકાનૂની રીતે દિલ્હી વકફ બોર્ડની અમુક સંપત્તિઓ ભાડાં પર આપવા, દિલ્હી વકફ બોર્ડના ધનનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. તત્કાલીન સીઇઓએ ગેરકાનૂની ભરતી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હી સરકારના મંત્રી આતિશી ખાનના ઘરે ગયા હતા. સંજય સિંહે એક્સ પર કહ્યું હતું કે, મોદી સરકાર ઓપરેશન લોટસ ચલાવી રહી છે. મંત્રીઓ અને ધારાસભ્યો પર બનાવટી મામલાઓ બનાવી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ પાયાવિહોણો મામલો બનાવવામાં આવી રહ્યો છે. તાનાશાહીનો અંત જલ્દી થશે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ખાનના પરિવારને મળવા જઇ રહ્યા છે. મામલામાં એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) સપ્ટેમ્બર 2022માં અમાનતુલ્લાહ ખાનની પૂછતાછ કરી હતી, જેના આધાર પર એસીબીએ ચાર જગ્યાઓ પર તપાસ કરી હતી. જ્યાંથી 24 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે ગેરકાનૂની અને લાયસન્સ વગરની પિસ્તોલ, કારતૂસ અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી પણ તેમના જામીન થયા બાદ 28 ડિસેમ્બર 2022ના તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોમવારે સર્વોચ્ચ અદાલતે અમાનતુલ્લાહ ખાનના મામલામાં આગોતરા જામીન દેવાની મનાઇ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang