• ગુરુવાર, 02 મે, 2024

ઇઝરાયલથી નારાજ છે અમેરિકા : ઈરાન ઉપર હુમલો ભૂલ હતી

નવી દિલ્હી, તા. 18 : ઇઝરાયલ તરફથી પહેલી એપ્રિલના સીરિયામાં ઈરાની દૂતાવાસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાનના એક ટોપ જનરલ સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. હુમલાનો બદલો લેવા ઈરાને ઇઝરાયલ ઉપર અંદાજિત 300 મિસાઇલ અને ડ્રોન દાગ્યા હતા. ઈરાનની કાર્યવાહી બાદ હવે ઇઝરાયલ જવાબ આપવાની યોજના બનાવી રહ્યું છે. જો કે વખતે અમેરિકાએ સાથ આપવાનો ઈનકાર કરતા મુશ્કેલી વધી છે. અમેરિકાના કહેવા પ્રમાણે જો ઈઝરાયલ સક્રિય યુદ્ધ છેડશે તો અમેરિકા સાથ આપશે નહીં. હકીકતમાં અમેરિકી નેતૃત્વ ઇઝરાયલથી નારાજ છે. અમેરિકાના કહેવા પ્રમાણે ઈરાન ઉપર હુમલો ઇઝરાયલની ભૂલ હતી. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના કહેવા પ્રમાણે ઇઝરાયલે જ્યારે ઈરાની દૂતાવાસ ઉપર હુમલો કર્યો તેની અમુક મિનિટ પહેલાં અમેરિકાને જાણ કરી હતી. અમેરિકી નેતૃત્વને કહેવામાં આવ્યું હતું કે તેઓ અમુક મિનિટમાં ઈરાની કોન્સુલેટ ઉપર હુમલો કરવા જઈ રહ્યા છીએ. જાણકારીથી અમેરિકી પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. અમેરિકી અધિકારીઓએ તાકીદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક  સુલિવનને એલર્ટ કર્યા હતા અને પછી વાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના સહયોગી અધિકારી સુધી પહોંચી હતી. બાઇડને પણ માન્યું છે કે ઈરાન ઉપર હુમલો ઇઝરાયલની ભૂલ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang