• ગુરુવાર, 02 મે, 2024

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ : 11 હજાર લોકો ઉગારી લેવાયા

નવી દિલ્હી, તા. 18 : ઈન્ડોનેશિયાના રુઆંગ પર્વત પર  24 કલાકમાં પાંચ જ્વાળામુખી  વિસ્ફોટ થયા છે. સાથે ત્યાં રહેતા 11,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિસ્ફોટના કારણે લાવા હજારો ફૂટ ઊંચો ઊછળ્યો હતો અને રાખ ફેલાઈ ગઈ હતી. અધિકારીઓએ લાવા અને રાખથી સુનામીની ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓએ જ્વાળામુખીનો કાટમાળ સમુદ્રમાં પડવાનો ભય પણ વ્યક્ત કર્યો છે, જેનાથી સુનામી આવી શકે છે. ઈન્ડોનેશિયામાં ડિઝાસ્ટર સેન્ટર એલર્ટ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે, રુઆંગ પર્વતોમાં હાલમાં આવેલા બે ભૂકંપને કારણે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે, જેના કારણે ટેક્ટોનિક પ્લેટોમાં અસ્થિરતા સર્જાય છે. ઈન્ડોનેશિયાની જિઓલોજિકલ એજન્સીના વડા મુહમ્મદ વાફીદે જણાવ્યું કે, વિસ્ફોટથી તે 2.5 કિલોમીટર સુધી ફેલાઈ ગઈ. સિવાય એરપોર્ટ ઓથોરિટીએ રતુલંગી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. એરપોર્ટ પરથી ચીન, સિંગાપોર અને દક્ષિણ કોરિયાની ફ્લાઈટને અસર થઈ છે. જ્વાળામુખીની અસર પડોશી દેશ મલેશિયામાં પણ જોવા મળી રહી છે. મલેશિયાના કિનાબાલુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang