• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ચેક પરતના બે કેસમાં આરોપીઓને એક વર્ષની કેદ

ભુજ, તા. 14 : ચેક પરત ફરવાના બે જુદા-જુદા કેસમાં આરોપીઓ અરુણ રમેશ જરૂ (આદિપુર) અને કાનજી અસમાલ મહેશ્વરીને અદાલતોએ તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની કેદની સજાનો હુકમ આપ્યો છે.નારાણ રામજી ઝીલડિયાએ અરુણ જરૂને રૂા. 7.50 લાખ ફ્રેન્ડલી લોન તરીકે આપ્યા હતા. જે પેટે અરુણભાઈએ રૂા. 2.50 લાખના ત્રણ ચેક આપ્યા હતા. જે પરત ફરતાં થયેલા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી બારમાસની જેલની સજા તથા ચેકોની રકમ રૂા. 7.50 લાખ નવ ટકા વ્યાજ સાથે વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદી વતી એડવોકેટ વી. પી. આલવાણી, વર્ષા વિશાલ કાનન, વિશાલ એલ. કાનન, મનીષ ડી. ગઢવી હાજર રહ્યા હતા. આવી જ રીતે અન્ય કેસમાં મનજી રાણાભાઈ મહેશ્વરીએ મિત્રતાના નાતે કાનજી મહેશ્વરીને રૂા. ચાર લાખ આપ્યા હતા. જે પેટે આવેલા ચેક પરત ફરતાં થયેલા કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. ચાર લાખ ફરિયાદીને વળતર પેટે ત્રણ માસમાં ચૂકવી આપવા હુકમ  કર્યો છે. ફરિયાદી પક્ષે ધારાશાત્રી કે. પી. ગઢવી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd