ભુજ, તા. 17 : શહેરમાં
15 વર્ષની
સગીરાની છેડતી થતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે વાલીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી શાહીદ હુશેન ઉમર ગગડાએ ગત તા. 25/1ના
પોતાની મોટરસાઇકલ પર આવી ફરિયાદીની 15 વર્ષીય સગીર દીકરીનો હાથ પકડી
છેડતી કરીને પોતાના મોબાઇલ નંબર આપી ફોન પર વાત કરવા ધાકધમકી આપી ફોન કરવા મજબૂર
કર્યો હતો. આરોપી શાહીદે દુકાનમાં આવી સગીરાની છેડતી કર્યાની વિગતો ફરિયાદમાં
લખાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો-છેડતી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આરોપીને
રાઉન્ડ-અપ કર્યાની વિગતો મળી છે.