• શનિવાર, 08 નવેમ્બર, 2025

ગાંધીધામમાં બે ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

ગાંધીધામ, તા. 7  : ગાંધીધામમાં ચોરાઉ મનાતાં બે બાઈક સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ   મનોજ કિશોર દેવીપૂજકે ઘરની પાછળ ચોરાઉ વાહનો છુપાવ્યાં હોવાની બાતમી મળી હતી. એલ.સી.બી.એ વોચ ગોઠવી બાતમીવાળા સ્થળે તપાસ કરતાં આરોપી  મનોજ અને નંબર પ્લેટ વિનાનાં બે બાઈક મળી આવ્યાં હતાં. આરોપી વાહનોના કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આરોપી અબ્બાસ રમજાન વીરા નાસી ગયો હતો. પોલીસે 20 હજારની કિંમતનાં બે વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd