• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભુજમાં કેવડા ત્રીજના કાર્યક્રમમાં બેવડાઓએ સર્જી ધાંધલ

ભુજ, તા. 5 : આવતીકાલે કેવડા ત્રીજ છે તેની પૂર્વસંધ્યાએ નેપાળીઓ અને પરપ્રાંતીય દ્વારા આજે સાંજે અહીંના ટાઉનહોલ મધ્યે રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું હતું, પરંતુ તેમાં પીધેલા બેવડાઓએ આપસમાં ઝઘડીને ધાંધલ મચાવતા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને પીધેલા 11 વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી આદરી છે. આ બનાવ અંગે સંબંધિત વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે ભુજના ટાઉનહોલ ખાતે પરપ્રાંતીય નેપાળી સમાજનો તીજનો કાર્યક્રમ સાંજે ચાલુ હતો ત્યારે પીધેલા (બેવડા)ઓએ બોટલોની ફેંકા ફેંકી કરી હતી. ચાલુ કાર્યક્રમ દરમ્યાન આપસમાં બાખડી પડયા હતા. આ બનાવની જાણ એ-ડિવિઝન પોલીસને થતાં પોલીસ વાન તુરંત ઘટનાસ્થળે ધસી ગઈ હતી. પાણીની બોટલમાં શરાબ ઢીંચીને ઉત્પાત મચાવતા યુવાનોને ઝડપીને પોલીસ મથકે લઈ અવાયા હતા. રાતે એ-ડિવિઝન પોલીસનો સંપર્ક સાધતાં ટાઉનહોલમાં પીધેલી હાલતમાં ઝઘડો કરી ધાંધલ મચાવતા 11 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ હોવાની જાણકારી મળી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang