• શનિવાર, 02 માર્ચ, 2024

ગાંધીધામમાં મોટાબાપાનું ઢીમ ઢાળનારા ભત્રીજાની ધરપકડ

ગાંધીધામ, તા. 26 : શહેરના ભારતનગર નજીક 9-એ વિસ્તારમાં પોતાના મોટાબાપા ભીમજી પ્રજાપતિ (કુંભાર) નામના વૃદ્ધની હત્યા કરનારા ભત્રીજાને પોલીસે પકડી પાડયો હતો. શહેરના ભારતનગર નજીક 9-એ વિસ્તારની જલારામ સોસાયટીમાં રહેનાર ભીમજીભાઇ નામના વૃદ્ધ ગઇકાલે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે આદિપુર કેસરનગર વિસ્તારમાં રહેનાર તેમનો ભત્રીજો વિકાસ મોહન પ્રજાપતિ ત્યાં આવ્યો હતો. વૃદ્ધના નામે પલાંસવા સીમમાં વડીલોપાર્જિત ખેતર આવેલ છે. જે જમીન વાવવા માટે તેમણે પોતાના ભત્રીજા વિકાસને આપી હતી. પરંતુ હમણાં થોડા સમયથી આ જમીન તેને વાવવા ન દેવા વૃદ્ધે જણાવ્યું હતું. પોતાના મોટાબાપાના ઘરે આવેલા વિકાસે આ મુદ્દે ડખો કર્યો હતો અને બાદમાં છરી કાઢી પોતાના મોટાબાપાને ઝીંકી દીધી હતી. તેમને ઊંડા ઘા વાગતાં આ વૃદ્ધનું મોત થયું હતું. બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિકાસ પ્રજાપતિને પકડી પાડયો હતો. તેની પાસેથી બનાવમાં વપરાયેલી છરી, બાઇક, મોબાઇલ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા તેવું પોલીસે જણાવ્યું હતું.

Youtube Live

Budget 2024 LIVE

Panchang