• ગુરુવાર, 02 મે, 2024

ગાંજાની પ્રવૃત્તિમાં ઉછાળો ; નશેડીઓ માટે `નાગચૂડ'

ભુજ, તા. 18 : વ્યસની વર્ગમાં બીડી, સિગરેટ અને તમાકુના મજબૂત પગદંડા વચ્ચે વર્તમાન સમયમાં એમ.ડી. ડ્રગ્સ સુધી પહોંચી ચૂકેલી વ્યસનીઓની દુનિયામાં હાલે કેફીદ્રવ્ય ગાંજાનું સેવન અને ખપત વ્યાપક બન્યા છે. ખાસ કરીને રાજય બહારથી આવતો ગાંજાનો જથ્થો પડીકીઓ ઉપરાંત હવે બીડી અને સિગરેટમાં ભરીભરીને સેવન કરનારા સુધી પહોંચતો હોવાની વિગતો બહાર આવી છે. તંત્રની સંબંધે વ્યાપક કાર્યવાહી છતાં પ્રવૃત્તિ ઘટવાના બદલે વધતી જવા સાથે મુદ્દો ચિંતાનો વિષય બની ચૂકયો છે. છેલ્લા થોડા સમયગાળા દરમ્યાન પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ગાંજાની પ્રવૃત્તિ બાબતે થયેલી કાર્યવાહી અને દરોડાની સંખ્યા નશાની પ્રવૃત્તિ વધ્યાનું બતાવી રહી છે. અમુક કિસ્સામાં ગાંજાના વાવેતરની પ્રવૃત્તિ પણ ઝપટે ચડી હોવાથી નશાના કારોબારનું ઉદભવસ્થાન રાજય બહારથી ઉપરાંત સ્થાનિકેથી પણ હોવાનું અનુભવાઇ રહયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક વાડી અને ખેતરોમાં અન્ય પાકોની વચ્ચે ગાંજાના છોડ ઉછરેલા કે ઉછેરાયેલા પણ જોવા મળી રહયા છે. અલબત, દિશામાં જવાબદાર તંત્રોનું હજુ જોઇએ તેટલું ધ્યાન ગયું નથી. આધારભૂત સુત્રો કચ્છ અને તેના મુખ્ય બે શહેર ભુજ અને ગાંધીધામ સહિતના સ્થળોની વર્તમાન સ્થિતિ ઉપર પ્રકાશ પાડતા જણાવે છે કે દેશી અને અંગ્રેજી પ્રકારના દારૂની બદી તો હવે કાયમની સમસ્યા બની છે. સાથેસાથે નશાકારક ગોળીઓ ઉપરાંત ગાંજા, અફીણ અને એમ.ડી. ડ્રગ્સનો પગપેસારો પણ મજબુતાઇ સાથે આગળ ધપી રહયો છે. ગાંજા અને એમ.ડી.ની લતની બદીમાં યુવાવર્ગ અને પરપ્રાંતીય શ્રમિકોનો સમુહ મુખ્યત્વે ધકેલાઇ રહયો છે. એમ.ડી. ડ્રગ્સની ઉંચી કિંમત બધાને પરવડે તેમ હોવાથી ગાંજાના સેવન અને વેંચાણની પ્રવૃત્તિ ઉતરોતર વધવા લાગી છે. લીલા છોડના સ્વરૂપમાં ઉગતા ગાંજાના છોડને સુકવીને તેનું ધુમાડા સાથે સેવન આદત ધરાવનારા કરે છે. ગાંજાનો જથ્થો ખાસ કરીને રાજય બહારથી વિવિધ રીતે ઘુસાડાઇ રહયો છે. તો સ્થાનિકે તેનું છુટકમાં વેંચાણ કરનારા પણ અનેક માથાઓ સક્રિય છે. નશાના બેનંબરી કારોબાર માટે વ્યવસ્થિત ઢબે કામ થઇ રહયું હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી રહી છે. ગંજેડી તરીકે ઓળખાતા બદીના વ્યસનીઓ સંલગ્ન સુત્રો વધુ માહિતી આપતા જણાવી રહયા છે કે ગાંજાની પડીકીઓ હવે જુની વાત થઇ ગઇ છે. હવે તો ગાંજામિશ્રિત બીડી અને સિગારેટ પણ મળવા લાગી છે. મુંદરા અને ગાંધીધામ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમજીવીઓની વસાહત નજીકના વિસ્તારમાં પ્રકારની બીડી-સિગરેટ આસાનીથી મળી રહી છે. બીડી વાળવામાં કે સિગરેટ ભરવાની કાર્યવાહી પણ અમુક લોકો માટે રોજગારીનું સાધન જાણે બની ચૂકી છે. જયારે સત્તાવાર સાધનો સાથે વાતચીત કરતાં ગાંજા સામે અસરકારક કામગીરી થઇ રહી હોવાની વિગતો અપાઇ હતી. તો સંદર્ભે તાજેતરના દિવસોમાં પડાયેલા દરોડા પણ ઉદાહરણ સ્વરૂપે વર્ણવાયા હતા. ગાંજા અને તેના જેવી હાનિકારક નશાકારક બદીઓ સામે છેક રાજય સ્તર સુધી ખાસ સેલ કાર્યરત હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન સભ્ય સમાજ માટે ચિંતાનો વિષય બનતી જતી ગાંજાની ઉતરોતર વધતી જતી પ્રવૃત્તિ વધુ વકરે તે પહેલા તેને ડામી દેવાની હિમાયત અનુભવીઓ કરી રહયા છે. જવાબદાર તંત્ર પ્રકારના કિસ્સામાં મુળ  સુધી પહોંચીને જવાબદારોને કાયદાનો પરચો આપે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang