• ગુરુવાર, 02 મે, 2024

ગાંધીધામમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ગાંધીધામ, તા. 18 : અહીંના કારગો વિસ્તારમાં રહેતા કુમળી વયનાં બાળક સાથે ઈસમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી ગઇ છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે બપોરના અરસામાં બનાવ બન્યો હતો. કારગો મધ્યે રહેતા શ્રમજીવી પરિવારનો સગીર વયનો પુત્ર શેરીમાં રમતો હતો. ત્યારે આરોપી નિરંજન ભંગ નામના શખ્સે તેને પકડી રૂમમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક બદકામ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે પોકશો સહિતની કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang