• ગુરુવાર, 02 મે, 2024

નાગોર પાસે ઝીંકડીનો શખ્સ દેશી બંદૂક સાથે પકડાયો

ભુજ, તા. 18 : ગઈકાલે બોલાડીના શખ્સને દેશી બંદૂક સાથે એલસીબીએ ઝડપી લીધાનો બનાવ સામે આવ્યો હતો. બીજી તરફ રીતે નાગોર પાસે પણ બી-ડિવિઝન પોલીસે ઝીંકડીના શખ્સને ગેરકાયદે રીતેની દેશી બંદૂક સાથે પકડી પાડયો હતો. ગઈકાલે રાતે પોલીસને બાતમી મળી હતી કે, નાગોરના જંગલેશ્વર મહાદેવ મંદિર બાજુ કાચા રસ્તે દેશી બંદૂક સાથે શખ્સ ફરી રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડી ઝીંકડીના હનીફ જુસબ ત્રાયાને પરવાના વિનાની ગેરકાયદેસરની હાથ બનાવટની દેશી બંદૂક કિ.રૂ.1000 સાથે ઝડપી બી ડીવીઝન પોલીસે આર્મ્સ એકટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.- ખેજડિયાવાંઢમાં દેશી બંદૂક સાથે શખ્સની અટક : ગાંધીધામ, તા. 18 : રાપર તાલુકાની ખેજડિયાવાંઢમાંથી પોલીસે એક શખ્સને પકડી પાડી તેની પાસેથી એક દેશી બંદૂક જપ્ત કરી હતી. ખેજડિયાવાંઢમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પૂર્વે મળેલી બાતમીના આધારે વાંઢના રણશી કરશન કોળીને પકડી પાડવામાં આવ્યો હતો. શખ્સના કબજામાંથી એક સિંગલ નાળવાળી દેશી હાથ બનાવટની રૂા. 000ની બંદૂક જપ્ત કરવામાં આવી હતી. તેણે બંદૂક ક્યાંથી મેળવી હતી અને તે બંદૂકને શેના ઉપયોગમાં લેતો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang