• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

પૂર્વ કચ્છમાં 8.80 લાખનો દારૂ હસ્તગત

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છ પોલીસે દારૂ અંગેની ત્રણ કાર્યવાહી કરીને કુલ રૂ.8,80,970નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. કામગીરી દરમ્યાન  બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતા જ્યારે ચાર શખ્સ હાથમાં આવ્યા નહોતા. રાપર તાલુકાના હમીરપર ગામમાં દરબારગઢમાં આવેલી એક ઓરડીમાં દારૂ સંતાડી વેંચાણ કરાતો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે બપોરે એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. મુળ નાની હમીરપર હાલે ગાંધીધામમાં રહેતા રૂષિરાજસિંહ રઘુભા જાડેજાના કબ્જાની ઓરડી પાસે પોલીસ પહોંચી હતી. અહીંથી જયપાલસિંહ ગંભીરસિંહ સોઢાની ધરપકડ કરવામાં આવી હતી. તેને સાથે રાખી ઓરડીની તલાશી લેવાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. ઓરડીમાંથી પોલીસે રોયલસ્ટેગની 660 બોટલ, મેકડોવેલ્સ નંબર-1ની 750 મીલીની 840 બોટલ, ગોવા સ્પેશીયલની 48, રોયલ કલાસીકના 1872 કવાર્ટરીયા, બોમ્બે ટુ ગોવા 180 મીલીના 480 કવાર્ટરીયા એમ કુલ રૂ.8,10,000નો અંગ્રેજી દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સની પુછપરછ કરાતા પોતે દિપેન્દ્રસિંહ ઉર્ફે દિપુભા જયેન્દ્રસિંહ જાડેજા  સાથે મળીને દારૂનો ધંધો કરે છે અને રૂષીરાજની ઓરડી દારૂ સંતાડવા ભાડે રાખી હોવાનું બહાર આવ્યું હતું. માલ દીપુભાએ કયાંકથી મગાવ્યો હતો. શખ્સ પકડાય બાદમાં માલ કયાંથી આવ્યો તે બહાર આવશે. આંગળીના ટેરવા પર ગણી શકાય તેટલા ગુના આખા વર્ષ દરમ્યાન નોંધાય છે તેવા ખડીર પોલીસે અંગ્રેજી શરાબનો મોટો જથ્થો પકડી પાડયો હતો. પોલીસ મથકના રાજેશભાઈ અને પ્રકાશ ગઢવી રાત્રી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આજે વહેલી પરોઢે ધોળાવીરાથી જનાણ બાજુ આવી રહ્યા હતા તેવામાં જનાણ નજીક સામેથી આવતી ગાડીને રોકાવવાના પ્રયાસ કરતા કારનો ચાલકે મા હોટલની જમણી બાજુ કાચા રસ્તે બાવળની ઝડીમાં ગાડી હંકારી દીધી હતી. પોલીસે ગાડીનો પીછો કર્યો હતો આગળ ઉભેલી ગાડીમાંથી પ્રાગપરનો ગાંડો ઉર્ફે ગાંડીયો દેવસી ભરવાડ ઉતરીને અંધારામાં ઓઝલ થઈ ગયો હતો જ્યારે મોટી રવના દિપુભા રણછોડજી જાડેજાને પોલીસે પકડી પાડયો હતો સફેદ રંગની સ્વીફટ ડીઝાયર કાર નંબર જીજે-39-સીએ-3159માંથી મેકડોવેલ્સ નં-1, ટયુબર્ગ બીયર, બોમ્બે ટુ ગોવા મળીને કુલ 44,400નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઈન પંજાબ તથા ગોવા લખેલ માલ કયાંથી આવ્યો હતો તે બહાર આવ્યું નહોતું. વધુ એક કાર્યવાહી અંજારના વીડી સીમમાં રાયમલ ધામ ફાટકની બાજુમાં કરવામાં આવી હતી ગઈકાલે જગ્યાએ બલેનો કાર નંબર જીજે-12-એફઈ-0988માંથી 750 મીલીની 26 બોટલ તથા 48 બીયરના ટીન એમ કુલ 26,570નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ  મેઘપર બોરીચીનો જીતેન્દ્ર ઉર્ફે વીકી પેશવાણી સરકી જવામાં સફળ રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang