• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

આદિપુર : મૂળ ભોયકાના હર્ષદબા નરેન્દ્રસિંહ રાણા તે હરપાલસિંહ (ગાંધીધામ પોલીસ)ના માતા, ચંદ્રસિંહના ભાભી, રામદેવસિંહ, જયદેવસિંહના ભાભુમા, વિશ્વરાજસિંહ, બ્રિજરાજસિંહના દાદી તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-7-2024ના સાંજે 5.30થી 6.30 ક્ષત્રિય સમાજવાડી, આદિપુર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 15-7-2024ના.

માંડવી : સારસ્વત બ્રાહ્મણ કુસુમબેન છાંગાણી (.. 73) તે દિનકર જયંતીલાલ જોષી (નિવૃત્ત તાલુકા પંચાયત)ના પત્ની, સ્વ. જયંતીલાલ વિશ્વનાથના પુત્રવધૂ, સ્વ. જોષી વસંતરાય મણિશંકર ચઠમંધરા (કોઠારા)ના પુત્રી, નીલેશ (આશાપુરા માઇનકેમ-મુંદરા), લોચન, નમ્રતાના માતા, તૃપ્તિ (મુંદરા), નીલેશકુમાર (મુંબઇ), વિનયકુમાર (ઇડર)ના સાસુ, સ્વ. પુરુષોત્તમ, સ્વ. ચંદ્રદુર્ગેશના નાના ભાઇના પત્ની, સ્વ. પુષ્પાબેન, સ્વ. ચેતનાબેનના દેરાણી, રાજુભાઇ (ભગવતીધામ-ભુજ), સરલાબેન, પ્રજ્ઞાબેન હરીશભાઇના કાકી, મૂળ કોઠારાના દિનેશ, પ્રમોદ, વિનોદ, જયેશ, મૃદુલા, ગીતા, અરૂણા, પ્રફુલા, પ્રતિમાના બહેન, વીરાશી, નીવિશાના દાદી, મીત, નૂપુર, પ્રિન્સના નાની તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-7-2024ના સાંજે 4થી 5 સારસ્વત વાડી, બ્રહ્મપુરી, સાંજીપડી, માંડવી ખાતે.

નખત્રાણા નવાનગર : મૂળ લખપતના ભટ્ટી રમજાન આમદ (.. 85) તે હાજી ઇબ્રાહીમના મોટા ભાઈ, મૌલાના અબ્દુલહમીદ, હાજીઆમદ અને હુશેનના પિતા, ગોરેપોત્રા અબ્દુલરસીદ અને ભટ્ટી મૌલાના ઇશાક (ગુંદાલા)ના સસરા તા. 26-6-2024ના અવસાન પામ્યા છે.

માધાપર (તા. ભુજ) : મૂળ કાળી તળાવડીના ગં.સ્વ. મણિબેન ચોથાણી (.. 88) તે સ્વ. નારણદાસ રતનશી ચોથાણીના પત્ની, સ્વ. રામાબાઇ રતનશી ચોથાણીના પુત્રવધૂ, સ્વ. નરેન્દ્રભાઇ, ભારતીબેન, સ્વ. જ્યોતિબેન, દમયંતીબેનના માતા, સ્વ. વસંતભાઇ ચંદે (મુલુંડ), સ્વ. જયંતીલાલ ગણાત્રા (માધાપર), સ્વ. જેઠાલાલ ઠક્કર (ભુજ), ચેતનાબેનના સાસુ, કાન્તાબેન છગનલાલ ચોથાણી (ઔરંગાબાદ)ના દેરાણી, સ્વ. અનસૂયાબેન ભગવાનજીભાઇ છાબડા (ગાંધીધામ), પુષ્પાબેન મહેન્દ્રભાઇ ચોથાણી (ઔરંગાબાદ)ના ભાભી, સ્વ. ટોપણદાસ રતનશી પોપટ (લોડાઇ)ના પુત્રી, સ્વ. વિમળાબેન (લાસલગાવ), સ્વ. જમનાબેન (માધાપર), સ્વ. શાન્તા (પરેલ), સ્વ. પરસોત્તમભાઇ (ભુજ)ના બહેન, ઝવેરબેનના નણંદ તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-7-2024ના સાંજે 5થી 6 નરનારાયણ નગર, રાજીવ ગાંધી ભવન, માધાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

રામપર-વેકરા (તા. માંડવી) : ભચીબાઇ રમેશ બળિયા (.. 54) તે નાનજી દેવજીના ભાભી, વનિતા નાનજીના જેઠાણી, વનિતા, જશોદા, મીના, પ્રિયા, રાજેશના માતા, મોહન કરશન ઓઢાણા, રવજી ગોવિંદ મેરિયા (ગંગોણ), રાજેશ ડાયા બુચિયા (વડવાકાંયા)ના સાસુ, રોહિત, ઘનશ્યામ, અરૂણાના મોટીમા, રાજબાઇ સામત, સ્વ. વાલબાઇ પેથા, અજબાઇ નાથા ભગત, સ્વ. ખેતબાઇ દેવજી, પ્રાગજી, તેજાભાઇના પુત્રવધૂ, જખુ, મેગજી, લાખાભાઇ, લખુ, સ્વ. ભીખાલાલ, નારાણના ભાભી, મગીબાઇ નારાણ જેપાર (વરનોરા)ના પુત્રી, બિજલ નારાણ જેપાર (ભુજોડી), ડાયાલાલ નારાણ જેપાર (વરનોરા)ના બહેન, સ્વ. વેરશી ગોવા, ભારમલ ગોવા, કરમશી ગોવાના કાકાઇ બહેન, રાજેશ, હેતલ, કોમલ, કરણના ફઇ, રાધિકા, હિતેષ, ડિપેનશી, મુકેશ, અંકિત, ધ્રુવ, વિરાજ, રેહાતના નાની તા. 4-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-7-2024ના રવિવારે સાંજે આગરી અને તા. 15-7-2024ના સોમવારે સવારે પાણીયારો વેકરા ખાતે.

બાગ (તા. માંડવી) : દમયંતીબેન વિરજીભાઇ રાજગોર જોષી (.. 55) તે સ્વ. વિરજીભાઇ મૂરજીભાઇ જોષીના પત્ની, લક્ષ્મીદાસ દયારામભાઇ, સ્વ. કાન્તિલાલભાઇ, સ્વ. કુંવરબાઇ મૂરજી નાનજી જોષીના પુત્રવધૂ, કિશોર, ડિમ્પલ, જયેશ, ભાવનાના માતા, વિમલભાઇ, કપિલભાઇ, ધારાબેનના સાસુ, રોહિતભાઇ, સ્વ. રાધાબેન મેઘજીભાઇ મોતા, કસ્તૂરબેન કાન્તિલાલભાઇ નાકર, સ્વ. હીરાબેન પ્રવીણભાઇ પેથાણી, ગંગાબેન મોહનલાલ નાકરના ભાભી, કસ્તૂરબેન, સનુબેન, જયાબેનના દેરાણી, રેખાબેનના જેઠાણી, લીલાવંતીબેન, કમળાબેન, મોંઘીબેન, સ્વ. પ્રવીણ, પ્રભુલાલ, નવીન, નારાણ, અરવિંદ, જેઠાલાલ, જિજ્ઞાબેન, જગદીશ, અક્ષય, ખુશ્બૂ, વંદના, કાજલના કાકી, ક્રિષા, રૂહી, જાનાના દાદી, નંદ, ધ્રુવના નાની, સ્વ. નાનબાઇ જીવરામ વેલજી મોતા (બાગ)ના પુત્રી, કાનજી, દયારામ, ધનીબેન, ગોદાવરીબેન, મીતાબેનના બહેન, વિજયાબેન તથા નર્મદાબેનના નણંદ તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 7-7-2024ના રવિવારે બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

ભદ્રેશ્વર (તા. મુંદરા) : મધુબેન રામાણી (રાજપૂત) (.. 74) તે સ્વ. રામજીભાઇ (માજી સૈનિક)ના પત્ની, સ્વ. ભુદાબેન વેલજી રામાણીના પુત્રવધૂ, સ્વ. વીરજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. વાલજી, સ્વ. હીરબાઇ, રામુબેન, રતનબેનના ભાભી, ધીરજબેન, લતાબેન, અમૃતબેન, ગીતાબેન, હંસાબેન, દક્ષાબેનના માતા, અનિલ લકુમ (મુંબઇ), વિશ્રામ ડુડિયા (વાંકી), હરેશ ભટ્ટી (મેઘપર બોરીચી), કિરણ રાજપૂત (મુંબઇ), સંજય રાઠોડ (અંજાર), કલ્પેશ મકવાણા (મેઘપર બોરીચી)ના સાસુ, પુષ્પાબેન, સ્વ. મંજુલાબેન, લક્ષ્મીબેન, કંચનબા, રંજનબેન, શારદાબેન, હિનાબેન, કલ્યાણજી, સ્વ. કાનજી, બિપિન, રમેશ, બિપિન વાલજીના કાકી, સ્વ. બાબુભાઇ જખુભાઇ ભટ્ટી (ભદ્રેશ્વર)ના પુત્રી, કલ્યાણજી, અનિલ, હેમલતાબેન, સ્વ. દિલીપના બહેન, વિજય, ચિંતન, દીપક, સચિન, મીત, આર્યનના નાની તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 8-7-2024ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, ભદ્રેશ્વર ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : વિનોદકુમાર (.. 28) તે રામીબેન બાબુલાલ પાયણના પુત્ર, દિલીપ, કિશોર, લક્ષ્મીબેન રમેશ બુચિયા (બેરુ), હિનાબેનના ભાઈ, હિરબાઇ આચાર પાયણ, રતનબેન શિવજીના પૌત્ર, અરાવિંદ, સુનીલ, રમેશ, અનિતાબેન ખીમજી ગોરડિયા (કનકપર)ના કાકાઇ ભાઇ, લક્ષ્મીબેન વેલજી પાયણ, દિનેશ, ભાવેશ, પ્રવીણ, રમીલાબેન રામજી ખોખર (ભુજ), લક્ષ્મીબેન રમેશ જોગલ (ભુજ)ના ભત્રીજા, યુવિક, આરવ, પ્રિયાન્સ, આયાન્સ, સોમ્યા, સાન્યા, આરવી, ઉર્વી, નિધિના કાકા, દામજી સામત બુચિયા, આશા સામત બુચિયા, ધનજી સામત બુચિયા, ડાયા સામત બુચિયા (વડવાકાંયા)ના ભાણેજ તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. વિધિ તા. 8-7-2024ના સોમવારે સાંજે આગરી અને તા. 9-7-2024ના મંગળવારે સવારે ઘડાઢોળ નિવાસ વિથોણ ખાતે.

પલીવાડ-યક્ષ (તા.નખત્રાણા) : હાલે વસઈ-મુંબઈ લીલાબેન પોકાર (.. 66) તે ચૂનીલાલ સામજી પોકારના પત્ની, સ્વ. મરઘાબેન સામજી જેઠા પોકારના પુત્રવધૂ, વિનોદભાઈ, અરાવિંદભાઈ, રેખાબેન (ભીંવડી)ના માતા, વીરેન્દ્રભાઈ, દિનેશભાઈ, રમણીકભાઈ, રવિલાલભાઈના ભાભી, હેમીકાબેન, કસ્તૂરબેન, પ્રવીણાબેનના જેઠાણી, ડિમ્પલબેન, કલ્પનાબેન, યોગેશભાઈના સાસુ, સોહમ, વેદ, ધ્રુવી, આશના દાદી, પ્રેમજીભાઈ હંસરાજ નરસિંઘાણી (વિથોણ)ના પુત્રી તા. 4-7-2024ના પલીવાડ (યક્ષ) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 6-7-2024ના શનિવારે સવારે 8થી 11 તેમજ બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, પલીવાડ (યક્ષ) ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang