• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ભચાઉમાં યુવાનનું અપહરણ કરી ઓરડીમાં પૂરી રાખી માર માર્યે

ગાંધીધામ, તા. 10 : ભચાઉમાં ગાડીમાં આવેલા ચાર શખ્સે યુવાનનું અપહરણ કરીને ગેંધી રાખીને તેને  માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. માનસરોવર ચોકડી-નાયરા પેટ્રોલપંપની બાજુમાં એમ.કે. મોબાઈલની દુકાન પાસે ગત તા. 8/10ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. ભચાઉમાં એમ.કે. મોબાઈલ દુકાન ચલાવતા ફરિયાદી મામદ હુશૈન અબ્દુલશા શેખ (ઉ.વ. 25)એ  આરોપી રજાક ગુલામ રસુલ રાયમા, જાવેદ રાયમા તથા બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી પોતાની દુકાન પાસે ઊભા હતા, તે દરમ્યાન  કાળા રંગ સ્કોર્પિયો આવી હતા. આરોપીઓ ભોગ બનનાર યુવાનને છરી બતાવીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી   છાડવાડા ગામના ગેટથી ખાલી સાઈડ જતા બાવળની ઝાડીવાળા રસ્તે લઈ ગયા હતા. છાડાવાડા સીમમાં વાડી વિસ્તારમાં ત્રણ ઓરડીમાં આ યુવાનને રાખવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને લાકડા અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તહોમતદારોએ  અપહરણ થયેલા આ યુવાનને ગત તા. 9/10ના રાત્રિના 12 વાગ્યે છોડી મૂક્યો હતો. ફરિયાદીનો મામાનો દીકરો નિજામુદીન આરોપી રજાક રાયમાની  બહેનને ભગાડી ગયો હતો. જેને ભગાડવામાં ફરિયાદીનો હાથ હોવાના મુદ્દે આ ગુનો બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ છાનબીન આરંભી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd