• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

41મા ક્રમાંકિત જાપાન સામે માંડ જીત્યું ભારત

નવી દિલ્હી, તા. 22 : વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલા માત્ર 5 ઓવરના અત્યંત રોમાંચક ટી-20 મુકાબલામાં ભારતે 41મા ક્રમાંકિત જાપાનને 2 રનથી હરાવીને મોટા ઊલટફેરનો શિકાર થતાં પોતાને બચાવી લીધું હતું. ભારતીય બાટિંગ લાઇનઅપે આ મેચમાં અત્યંત નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને 5 ઓવરમાં ટીમ માત્ર 32 રન જ નોંધાવી શકી હતી. જો કે, બોલરોના શાનદાર અને ચુસ્ત પ્રદર્શને જાપાનને આ મામૂલી લક્ષ્યાંક સુધી પહોંચવા દીધું ન હતું.  વરસાદને કારણે મેચ નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી શરૂ થઈ હતી, પરિણામે બંને ઇનિંગ્સને ઘટાડીને 5-5 ઓવરની કરી દેવામાં આવી હતી. પ્રથમ ઓવરમાં જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાં ઓપનર અભિષેક શર્મા પહેલા જ બોલે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન પણ 7 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા ક્રમે આવેલા ઈશાન કિશને 6 બોલમાં 3 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. કપ્તાન શ્રેયસ અય્યરે 12 બોલમાં સર્વાધિક 16 રનનું યોગદાન આપતાં ટીમનો સ્કોર 5 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 32 રન સુધી પહોંચાડયો હતો. જાપાન તરફથી ચાર્લી હારાએ 2 વિકેટ ઝડપી હતી. જાપાનની શરૂઆત પણ ડગમગતી રહી હતી. લચલન 4 બોલમાં 1 રન બનાવીને રનઆઉટ થયો હતો, જ્યારે ઇબ્રાહિમ 3 બોલમાં 4 રન બનાવીને ચાલતો પકડાયો હતો. ત્યારબાદ કેન્ડેલ અને બેન્જામિને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને એક સમયે જાપાન ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. જો કે, વાશિંગ્ટન સુંદરે કેન્ડેલને યશ ઠાકુરના હાથમાં કેચ આઉટ કરાવીને મેચ પર ભારતની પકડ મજબૂત કરી હતી. સુંદરે પોતાની બાલિંગ સ્પેલમાં કુલ 2 વિકેટ ઝડપી હતી અને જાપાનની ટીમ 5 ઓવરમાં માત્ર 30 રન જ બનાવી શકી હતી. અક્ષર પટેલે છેલ્લી ઓવરમાં કમાલ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd