• મંગળવાર, 23 જુલાઈ, 2024

12 વર્ષે સ્પેન યુરો કપ ફાઇનલમાં

બર્લિન તા. 10 : સેમિ ફાઇનલમાં ફ્રાંસને ર-1થી હરાવી ફૂટબોલ યુરો કપમાં સ્પેન ફાઇનલમાં પહોંચ્યુ છે. 4 મિનિટમાં બે ગોલ દાગી સ્પેને ફાઇનલમાં પહોંચવાનો 1ર વર્ષનો વનવાસ પુર્ણ કર્યો હતો. મંગળવારે જર્મનીના બર્લિન ખાતે આલિયાન્ઝ એરેનામાં સેમિ ફાઇનલ મુકાબલો થયો હતો. સ્પેનના શાનદાર વિજય બાદ તેના સમર્થકો ઝૂમી ઉઠયા હતા અને ઠેર ઠેર ઉજવણી કરી હતી. હવે ફાઇનલમાં સ્પેનનો મુકાબલો રવિવારે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનારી બીજા સેમિ ફાઈનલની વિજેતા ટીમ સામે થશે. અગાઉ ર01રમાં સ્પેન ઈટાલીને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. સ્પેનની જીતનો હીરો 16 વર્ષનો યુવા ખેલાડી લેમિન યામલ અને ડેની ઓલ્મો રહ્યા હતા જેણે એક-એક ગોલ કર્યા હતા. ફ્રાંસે મેચની પહેલી 10 મિનિટમાં ગોલ કરીને લીડ મેળવી હતી પરંતુ સ્પેને 4 મિનિટના ગાળામાં બે ગોલ કરીને બાજી પલટાવી નાખી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang