• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, બાળલગ્ન અટકાવવા સામૂહિક શપથ

કુનરિયા (તા.ભુજ), તા. 7 : મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે કુનરિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા યોજાઈ હતી. ગામના સરપંચ રશ્મિબેન છાંગાની અધ્યક્ષતામાં મળેલી ગ્રામસભાની શરૂઆતમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ અગાઉની ગ્રામસભાની કાર્યવાહીની નોંધનું વાંચન અને મંજૂરી, પંચાયતના હિસાબોનું વાંચન, ચાલી રહેલાં વિકાસ કામોની સમીક્ષા, આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસકાર્યોનાં આયોજન, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓની યાદી, ગ્રામ પંચાયત વિકાસ યોજના તૈયાર કરવા માટે ગ્રામ પંચાયત આયોજન અને સુવિધા ટીમની આયોજન સમિતિની રચના, ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલી વિવિધ અરજીઓ, પ્રશ્નો અને રજૂઆતો અંગે ચર્ચા કરાઈ હતી. ગ્રામજનોએ ગામના સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સૂચનો પણ રજૂ કર્યા હતા.  કુનરિયા ગ્રામ પંચાયતની ગુણવત્તા નીતિનું લોન્ચિંગ કરાયું હતું. ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીમાં ગુણવત્તા, પારદર્શિતા, જવાબદારી અને નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી આઈ.એસ. ઓ. સર્ટિફિકેશન મેળવવા માટે હાથ ધરાનારી કામગીરી અંગે પરામર્શ કરાયો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ બાળલગ્ન અટકાવવા તથા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા માટે સામૂહિક શપથ લીધા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd