• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદમાં `કચ્છી નવરાત્રિ હસ્તકલા હાટ'નું આયોજન

અમદાવાદ, તા. 7 : રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એકસ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. તેનો હેતુ અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથસાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને મંચ પૂરો પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલાવારસાનું પ્રદર્શન અને નિર્દેશનનો છે. ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા નવરાત્રિના પર્વને અનુલક્ષી તા. 1-10થી તા. 11-10 સુધી અમદાવાદ હાટ, વત્રાપુર તળાવ પાસે, અમદાવાદ ખાતે `કચ્છી નવરાત્રિ હસ્તકલા હાટ'નું આયોજન કરાયું છે. આ હાટમાં હાથસાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના કુલ 143 વ્યક્તિગત કારીગરો/હસ્તકલા, હાથસાળ મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સખી મંડળોના કારીગરો જોડાશે. કચ્છ જિલ્લાના અંદાજે 73 કારીગરો તેમજ કચ્છ સિવાયના 70 કારીગરે ભાગ લીધો છે. જેમાં 13 જેટલા રાજ્ય એવોર્ડ કારીગર, નેશનલ એવોર્ડ કારીગર તેમજ 07 લુપ્ત થતી કલા કારીગરોનો સમાવેશ થાય છે. આ મેળાનો સમય સવારના 11થી રાત્રિના 9 સુધીનો છે. આ પ્રદર્શન સહ-વેચાણ હાટમાં રાજ્યના કચ્છ તેમજ વિવિધ જિલ્લાના કચ્છી ભરતકામ, બાંધણી, વૂલન શાલ, બ્લોક પ્રિન્ટ,  અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, કોપર બેલ, મડ-મિરર-વર્ક, મોતીકામ, ચણિયાચોળી, જ્વેલરી વિગેરે નિહાળી ખરીદી શકાશે. આ સમગ્ર `કચ્છી નવરાત્રિ હસ્તકલા હાટ'નું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક ડો. એસ.જે. જોશી, આઇ.એ.એસ.નાં માર્ગદર્શન હેઠળ મેનેજર (વર્ગ-1) આર.એસ. શાહના સંકલનથી કરાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd