• ગુરુવાર, 30 જુલાઈ, 2026

વાંઢાય ઇશ્વર આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વ આસ્થાભેર ઊજવાયું

વિથોણ, તા. 29 : ઇશ્વર આશ્રમના વર્તમાન મહંત મોહનદાસજી ગુરુ કરશનરામજીનાં સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. સવારથી ભક્તોની લાંબી કતારો લાગતાં આખું પરિસર ઓધવરામમય બની ગયું હતું. સવારે ઓધવરાસમાં ભાવિકો મન મૂકીને ઝૂમી ઊઠયા હતા. દાતાઓનું મોહનદાસ બાપુના હસ્તે બહુમાન કરાયું હતું. પૂર્ણિમાના પાવન પ્રસંગે ભાનુશાળી સમાજના પ્રમુખ દામજીભાઇ ભાનુશાળી, જયંતીભાઇ પોકાર, મહેશભાઇ ભાનુશાળી, કાનાભાઇ આહીર, નવીનભાઇ ચોપડા, હરિભાઇ (બોટાદ), બીનાબેન ભાનુશાળી, ઉમરશીભાઇ ભાનુશાળી, હરેશભાઇ ભાનુશાળી, નીલેશભાઇ વગેરે આશ્રમના સેવકો હાજર રહીને ગુરુપૂર્ણિમા ઉત્સવને મહોત્સવ બનાવ્યો હતો. દાતા સ્વ. મેઘજીભાઇ સેંઘાણી હ. મણિભાઇ મેઘજી સેંઘાણી, ખુશાલભાઇ (સાબરકાંઠા વિસ્તાર), જ્યારે અન્ય દાતામાં સ્વ. રતનબેન રામજી પોકાર, શામજીભાઇ પોકાર, લાલજીભાઇ પોકાર, મણિભાઇ રામજી પોકાર હાજર રહ્યા હતા. ગુરુપૂર્ણિમા મહોત્સવને સફળ બનાવવા દેશલપર વાંઢાયના ક્ષત્રિય અને પાટીદાર યુવાનો ઉપરાંત આજુબાજુના ગામના સેવકો અને ગુરુજનોના અનુયાયીઓ અને સેવકોએ જહેમત ઉઠાવી હતી. ભાનુશાલી સમાજના પ્રમુખે જણાવ્યું કે, ઇશ્વર આશ્રમ અઢારેય આલમનો ગુરુદ્વારો છે. અહીં આવનાર દરેક ભાવિક આશ્રમનો સેવક છે. મોહનદાસ બાપુએ ધર્મ સંદેશો - આશીર્વાદ આપતાં જણાવ્યું કે, સનાતન ધર્મમાં જાગૃતિ લાવવા ઓધવરામજીએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને આશ્રમના ગુરુજનોએ ઇશ્વર આશ્રમની પરંપરા જાળવી રાખી છે. તેમણે સૌના કલ્યાણ માટે આશીર્વાદ આપ્યા હતા. 

Panchang

dd