માંડવી, તા. 29 : નાના રતાડિયા ખાતે આવેલાં પીઠ
આશાપુરા મંદિર સંકુલમાં ગરિમાપૂર્ણ રીતે ગુરુપૂર્ણિમા પર્વ ગાદીપતિ મહામંડલેશ્વર કલ્યાણાનંદગિરિજી
મહારાજની ઉપસ્થિતિમાં ભગવાન દત્તાત્રેયના પાદૂકાપૂજન, બ્રહ્મલીન ગુરુવર્ય-આજીવન ઉપવાસી ગિરિજાદત્તગિરિજી
મહારાજના સમાધિસ્થળ ગુરુ મંદિરે ગુરુ મંદિરે
ગુરુપૂજન બાદ પરમ મન શાળા સત્સંગ હોલમાં ટ્રસ્ટી મંડળ અને ભાવિકો દ્વારા ગાદીપતિ
મહામંડલેશ્વરજીની ગુરુવંદના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા.
અવાંતરે શંકરાચાર્યજી મહારાજની પધરામણી અને મહાતીર્થ સ્થળ તરીકે શ્રદ્ધાકેમ્પ શ્રીપીઠ
આશાપુરા મંદિર પરિસરમાં પ્રારંભિક ચરણમાં ગાદીપતિ કલ્યાણાનંદગિરિજી મહારાજના હસ્તે
દત્તાત્રેય ભગવાનની પાદુકાપૂજન વેળાએ ટ્રસ્ટી વસંતભાઈ ભદ્રા અને પ્રિતેશ સમાજીભાઈ નાકરાણીએ
શાત્રોક્ત વિધિવિધાનથી ગુરુવંદના કરી હતી. સમાધિસ્થળ ગુરુમંદિરે પૂજનવિધિ પછી સત્સંગ
હોલ ખાતે કલ્યાણનંદગિરિજી મહારાજની ચરણપૂજા, આરતી વગેરેમાં ટ્રસ્ટી મંડળના રામજીભાઈ
નાકરાણી, વસંતભાઈ ભદ્રા, દેવેન્દ્ર વ્યાસ,
બટુકસિંહ જાડેજા, મનોજભાઈ અમૃતિયા, અરજણભાઈ નાકરાણી સહ મહંત અમૃતાનંદગિરિજી માતા મા માતાજીએ ધર્મલાભ લીધો હતો.
આ અવસરે ટ્રસ્ટી અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રણજિતસિંહ જાડેજા, બળદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયત સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ
ગોર, શ્રવણસિંહ વાઘેલા, રતનશીભાઈ નાકરાણી
વગેરે જોડાયા હતા. વિધિવિધાન શાત્રી જેન્તીલાલ જોશીએ કરાવ્યું હતું. ભરતભાઈ બોડા,
હિતેશભાઈ ચવાણ (એડવોકેટ), દિલીપભાઈ શાહ, વિક્રમસિંહ જાડેજા, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, મુરુભા જાડેજા, બાપાલાલ જાડેજા (કોકલિયા), નટુભા જાડેજા (દરશડી),
ભરતસિંહ જાડેજા વગેરેએ આયોજન સંભાળ્યું હતું. પાલનપુર, રાજસ્થાનથી બહોળી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા. પૂર્વ સંધ્યાએ રાસગરબા,
સ્તૂતિ, અર્ચનાનું આયોજન રસિકોએ માણ્યું હતું.