• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અંજારમાં ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી

અંજાર, તા.29 : ગુરૂપૂર્ણિમાના દિવસે  શહેરના વિવિધ વિસ્તારોમાં  આવેલા ધાર્મિક સ્થાનકોમાં ગુજપૂજન કાર્યક્રમો યોજાયા હતા.સતાપરમાં આવેલા  ગોવર્ધન પર્વત ગુરૂપૂર્ણિમા મહોત્સવ અંતગર્ત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ અને સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં મંદિરમાં  વિશેષ ગુરૂપૂજન કાર્યક્રમ યોજાયો  હતે.તેમજ આદિકાળથી  હિન્દુ સંસ્કૃતિમાં  ગુરૂ ભકિતનો અનેરો મહિમા રહયો છે. મનુષ્યના જીવનમાં અંધકાર દૂર કરવા ગુરૂ જ સાચી દિશા બતાવે છે તેવુ ત્રિકમદાસજી મહારાજે જણાવ્યુ હતું. ગોવર્ધન પર્વત ખાતે ગુરૂવંદના, પૂજા,ભજન  કિર્તન અને રાસોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટીસંખ્યામાં રસીકજનો ઉપસ્થિત રહયા હતા.  ત્રિકમદાસજી મહારાજ અને રતનાલ મંદિરના મહંત  ભગવાનદાસજી મહારાજ ધ્વારા ઉપસ્થિત લોકોને સતકર્મ કરવા, ગૌમાતાની સેવા કરવા અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા શીખ અપાઈ હતી.  ગોવર્ધન પર્વત ખાતે ઉજવણી કાર્યક્રમમાં રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા,જિલ્લા ભાજપ  પ્રમુખ દેવજીભાઈ વરચંદ,તેજાભાઈ રામાભાઈ, ઉદ્યોગપિત બાબુભાઈ હુંબલ,પૂર્વરાજયમંત્રી વાસણભાઈ આહીર,રાણાભાઈ પટેલ, ટી.વી.આહીર, ગોપાલભાઈ માતા,માદેવાભાઈ માતા, વાસણભાઈ વિશાભાઈ આહિર, જીગ્નેશભાઈ  ગોડા,ભાવેશભાઈ ઠકકર, અંજાર,સતાપર,રતનાલ, ખેડોઈ,પાંચોટીયા, ઝરપરા, ભચાઉ,રાપર ,મુંબઈ,બેગ્લુર સહિતના ગામોમાંથી  મોટીસંખ્યાં આસ્થાળુઓ ઉપસ્થિત રહય હતા.ભાજપ દ્વારા અંજાર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ મંદિરોમાં ગુરુપૂર્જન વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સચ્ચિદાનંદ મંદિર, રામ સખી મંદિર, સ્વામિનારાયણ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા વંદના કરાઈ હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ગુરુ શિષ્યના સંબંધો જ સાચો માર્ગ બતાવે છે. મનુષ્યના જીવનમાં ગુરુના પ્રભાવથી સાચી પ્રગતિ થાય છે તેવું તેમણે ઉમેર્યું હતું. જિલ્લા ભાજપ ના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સુધરી પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, સાહેબ ભાજપ પ્રમુખ હીતેનભાઈ વ્યાસ, પૂર્વ નગરપતિ વસંતભાઈ કોડરાણી , ડેની શાહ, ક્રિપાલાસિંહ રાણા અશ્વિન સોરઠીયા, સુજાઈને કારોબારી ચેરમેન પ્રકાશ લોદરીયા, આશિષ ઉદવાણી, યુવા ભાજપના આકાશ કોડરાની, તાલુકા ભાજપ પ્રમુખ બીએન આહીર, કાનજીભાઈ શેઠ, વિગેરે  ઉપસ્થિત રહ્યા હતા. અને પૂજન વિધિમાં જોડાયા હતા  

Panchang

dd