• શુક્રવાર, 31 જુલાઈ, 2026

કંડલા બંદરે કાર્ગો જેટીમાં ગાબડું પડતાં દોડધામ

ગાંધીધામ, તા. 29 :  દેશના પશ્ચિમી કિનારાના હિન્ટરલેન્ડ ગણાતાં કંડલા  મહાબંદરની કાર્ગો જેટીમાં ગાબડું પડતાં ભારે  દોડધામ થઈ પડી હતી. જો કેસદનસીબે જાનહાની થઈ ન હતી. દરમ્યાન બનાવના પગલે પોર્ટ પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં લેવાયાં હતાં. જો કે, આ ઘટનાથી પોર્ટ  ઓપરેશનને કોઈ અસર પડી નથી. આ બનાવનાં પગલે એક તબક્કે ભારે દોડધામ થઈ પડી હતી. કંડલા બંદરે આ અકસ્માતનો બનાવ  આજે બપોરના 1.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. છ નંબરની જેટીમાં જહાજ લાંગરેલું હતું, તેનાથી થોડે દૂર જ આ બનાવ બન્યો હતો. અચાનક પિલ્લર નંબર 45થી 47 સુધીનો જેટીનો ભાગ  બેસી ગયો હતો. અને મોટુ ગાબડું પડી ગયું હતું.   બપોરના અરસામાં બનેલા આ બનાવનાં પગલે ભારે દોડધામ થઈ પડી હતી.  જે તે સમયે છ નંબરની કાર્ગો જેટી ઉપર કોઈ હેન્ડલિંગની કામગીરી ચાલુ ન હોતાં કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ નથી. નહીં તો ક્રેન સહિત અન્ય શ્રમિકો દરિયામાં ખાબકી જાત.  બનાવની જાણ થતાં જ  પોર્ટ પ્રશાસનના જવાબદારો ઘટના સ્થળે ધસી ગયા હતા. હાલ  જેટલું ગાબડું પડયું તે વિસ્તારને કોર્ડન કરી સમારકામ માટેની તજવીજ હાથ ધરવામાં આવી  છે. દરમ્યાન  પોર્ટના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે જઈને બનાવ અંગે જાત માહિતી મેળવી  હતી. મળતી વિગતો મુજબ આ જેટીનું નિર્માણ અંદાજે 45 વર્ષ પહેલાં કરાયું હતું.  સમયાંતરે  સ્ટ્રેન્થિંગ સહિતની  કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ  જેટીના જૂના ભાગમાં ધોવાણના કારણે  આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.  દરમ્યાન મળતી વિગતો મુજબ જૂની જેટી ઉપર ક્ષમતાથી વધુ  ભરેલાં  દોડતાં  વાહનો પણ આ ઘટના પાછળ જવાબદાર હોવાનું  કહેવાઈ રહ્યું છે.  પોર્ટ દ્વારા  આગામી સમયમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંક સાથે  આગળ વધી રહ્યુંyં છે. તેવામાં આ બનાવ  બનતા ચકચાર પ્રસરી છે, જે ભાગમાં ગાબડું પડયું છે, તેટલો વિસ્તાર કોર્ડન રાખી બાકીના વિસ્તારમાં પોર્ટ ઓપરેશન સબંધિત જેટી ઉપર ચાલુ રખાશે તેવું જનસંપર્ક અધિકારી  ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય  છે કે, અગાઉ પણ જેટીમાં નુકસાનના બનાવ બની ચૂકયા છે. 

Panchang

dd