ભુજ, તા. 29 : કચ્છ અને મોરબીના માર્ગ માળખાંના
સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને ચોમાસુ સત્રમાં સાંસદ
વિનોદભાઇ ચાવડાએ રૂબરૂ મળી રજૂઆત કરી હતી. વિનોદભાઇએ રજૂઆત કરતાં જણાવ્યું કે, મરૂ, મેરૂ અને મેરામણથી
શોભતું કચ્છ, ઔધોગિક હબ મોરબીને ગુજરાતના બાકીના ભાગો સાથે જોડતા
રોડ રસ્તા-ધોરીમાર્ગ જેવા કે, કચ્છથી મોરબી સુધી આઠ લાઈન રોડ,
શેખપીરથી એરપોર્ટ સર્કલ, (પાલારા) બાયપાસ રોડ, કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ
341 પર રતનાલ બાયપાસ સુધી ફ્લાયઓવર
માટે, ગાંધીધામ (કંડલા)થી સૂરજબારી સુધીના કોસ્ટલ
ગ્રીનફિલ્ડ અલાઇન્ટમેન્ટના શક્યતા અભ્યાસ માટે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ
27 મોરબી-વાંકાનેર વિભાગ પર બાયપાસ
રોડ બાબતે માળિયા-મિયાણા તાલુકાના જશાપર ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત રોડ અંગે, કચ્છમાં કોસ્ટલ ફ્રેઇટ કોરિડોર / કોસ્ટલ રોડ
એક્સપ્રેસ-વેના વિકાસ માટે ચાલી રહેલા કન્સલ્ટન્સી અવકાશમાં કંડલા-તુણાથી મુંદરા સુધીના
વડાલા રેલવે ક્રોસિંગ (એનસી-19) સુધીના આદિપુર-ભદ્રેશ્વર-મોખા સ્ટેટ હાઇવે રોડ સ્ટ્રેચનો સમાવેશ
કરવા અંગે. એનએચ-151-એના માળિયા-પીપળિયા
સેક્શનને મોજૂદા અલાઈન્મેન્ટ પર બનાવવા માટે રિક્વેસ્ટ પ્રપોઝ્ડ સેમી ગ્રીનફિલ્ડ અલાઈન્મેન્ટ
પર નહીં બનાવવા બાબતે રજૂઆતો કરી હતી. રજૂઆત કરેલ રોડ-રસ્તાની સુધારણા પ્રવાસનમાં વધારો, ટ્રાફિકમાં ઘટાડો, સલામત
અને કાર્યસમ મુસાફરી, ઈંધણ બચત અને સીમા સુરક્ષા, આર્થિક વિકાસને ગતિ મળશે. ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ બધી
જ રજૂઆતોની નોંધ કરી વહેલીતકે પ્રશ્નોના નિરાકરણની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવ્યું
હતું, તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.