ભુજ, તા. 21 : ખ્રિસ્તી સંપ્રદાયના વરિષ્ઠ
ધર્મગુરુ તથા કચ્છ-સૌરાષ્ટ્રના વડામથક રાજકોટ ડાયોસીસના ભૂતપૂર્વ વડા, રેવ બિશપ ગ્રેગરી કરોટેમ્પરલનું રાજકોટ ખાતે
93 વર્ષની વયે અવસાન થતા ખ્રિસ્તી
સંપ્રદાયમાં શોકની લાગણી ફેલાઇ હતી. તેમણે 50 વર્ષ સુધી સમાજ માટે સેવાકાર્ય કર્યું હતું. કચ્છ-સૌરાષ્ટ્રમાં
આવેલી શાળાઓના તેઓ મુખ્ય ટ્રસ્ટી હતા. કચ્છ કેળવણી મંડળના નેજા હેઠળ ચાલતી કોન્વેસ્ટ
શાળાઓના સ્થાપક પ્રમુખ હતા. તેમણે સેવાપરાયણતા અને લોકચાહના પ્રાપ્ત કરી હતી.