ગાંધીધામ, તા. 21 : કચ્છના ઘર-ઘરમાં વસેલા અને
લોકપ્રિય અખબાર કચ્છમિત્રના 80મા જન્મદિવસે
એક સુંદર અને સરાહનીય પ્રયોગ જોવા મળ્યો હતો. ગાંધીધામ રહેતા ગઢવી પરિવાર દ્વારા આ
વિશેષ દિવસની ઉજવણી ખૂબ જ નવતર અંદાજમાં કરવામાં આવી હતી. કચ્છમિત્રના પરિધાનમાં સજ્જ
નાનકડી બાળકી વિરા રવિ ગઢવીનું આકર્ષક લુક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગઢવી
પરિવારે બાળકીને અખબારના કાગળોમાંથી બનવેલા ક્રાફ્ટ ડ્રેસ અને માથા પર સુંદર ટોપી પહેરાવીને
અનોખી રીતે શણગારી હતી. હાથમાં કચ્છમિત્ર અખબાર સાથે બેઠેલી નાનકડી બાળકીનો આ નિર્દોષ
અને મોહક અંદાજ જેણે પણ જોયો તે જોતા જ રહી ગયા. કચ્છમિત્ર માત્ર એક અખબાર નથી, પણ કચ્છની જનતાની લાગણી અને સંસ્કારનું
પ્રતીક છે. 80 વર્ષની આ
સફરની ઉજવણીમાં અમારી દીકરીના માધ્યમથી કચ્છમિત્ર પ્રત્યેનો અમારો પ્રેમ અને આદર વ્યક્ત
કરવાનો આ એક નાનો પ્રયાસ હોવાનું ગઢવી પરિવારે જણાવ્યું હતું.