મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 21 : છેલ્લા ઘણા સમયથી વરસાદ ન આવવાનાં
કારણે નખત્રાણાનાં મુખ્ય તળાવમાં પાણીની સપાટી ખૂબ નીચી જતાં માછલીઓ ટપોટપ મરવા લાગી
હતી, જેથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. કાઉન્સિલર
ભાવિન ઠક્કર, હિરેન ભટ્ટ અને હાર્દિકભાઈ સોની સહિતના સેવાભાવી
આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ ચાર ટેન્કર
દ્વારા 30,000 લિટર પાણી મગાવીને તળાવમાં
છોડાવ્યું હતું, જેના કારણે તળાવમાં પાણીની
સપાટી વધી અને માછલીઓને રાહત મળી હતી. વરસાદ ખેંચાતાં તળાવોનાં જળ ખૂટતાં જળચર પ્રાણીઓ જીવ ખોઈ રહ્યા છે, ત્યારે નખત્રાણાની આ જીવદયા પ્રવૃત્તિ અન્ય માટે પણ પ્રેરણારૂપ સમાન છે.