• ગુરુવાર, 23 જુલાઈ, 2026

મુંદરા માર્કેટયાર્ડમાં લેણા વસૂલવા થશે કાર્યવાહી

મુંદરા, તા. 21 : અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં માર્કેટયાર્ડ વેપારીના બાકી લેણા વસૂલાત માટે તેમજ યાર્ડના આંતરિક રસ્તા પર અવરોધ સર્જનારા પર નિયમ અનુસાર કાર્યવાહી કરવા સહિતના નિર્ણય લેવાયા હતા. ચેરમેન મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં વા. ચેરમેન ધેડા ધનજી ખેતશી, સભાસદો ગોરડિયા ચંદ્રકાંત લખુરામ, સોંધરા નારાણ પચાણ, જાડેજા શક્તાસિંહ હઠુભા, ચૌહાણ કેણજી ખેતુભા, રબારી થાવર ગાભા, જાડેજા રોહિતાસિંહ શિવુભાગઢવી અરજણ રામ, ગોર નિખિલ નગીન, જાડેજા બળવંતાસિંહ વેસલજી તથા વિસ્તરણ અધિકારી (ખેતી) મુંદરા ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. વર્ષ 2024-25 તથા 2025-26ના હિસાબો મંજૂર કરાયા હતા. ઓડિટ મેમોની દુરસ્તી માટે કાર્યવાહીનો નિર્ણય લેવાયો હતો. કર્મચારીઓના છઠ્ઠા પગારપંચનાં એરિયર્સની ચૂકવણી, બેંકના નાણાં તહેવારો માટે અધિકૃત સહી સહિત વિવિધ ઠરાવો મંજૂર કરાયા હતા. માર્કેટયાર્ડ ખાતે જે વેપારીઓના યાર્ડ વપરાશના ચાર્જ બાકી છે તેમની પાસેથી બાકી લેણાની વસૂલાત કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવાયો તેમજ યાર્ડના ચોગાન તથા આંતરિક રસ્તાઓ પર દબાણ ઊભું કરીને વાહનવ્યવહારમાં મુશ્કેલી ઊભી કરતા વેપારીઓ સામે બજાર સમિતિના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત યાર્ડમાં સ્વચ્છતા તથા ખેડૂતો અને વેપારીઓને સારી સુવિધાઓ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાનો પણ નિર્ણય લેવાયો હતો તેવું બજાર સમિતિના સેક્રેટરી ગુલાબાસિંહ જાડેજાએ યાદીમાં જણાવ્યું હતું. 

Panchang

dd