માંડવી, તા. 21 : હવામાન ખાતાની આગાહીનાં પગલે
સાવચેતીના ભાગરૂપે આજે સવારે માંડવીના વિન્ડફાર્મ બીચ પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો છે. અનંત દ્વાર પાસે પોલીસ દ્વારા જરૂરી બેરિકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા
છે. ગુજરાત-કચ્છના દરિયાઈ કિનારે લખપતથી કંડલા સુધી ઊંચા મોજાંની તા. 21/7ના બપોરે 2.30થી 22/7ના 11.30 દરમ્યાન 3.2થી 3.6 મીટરની ઊંચાઈનાં મોજાં આવવાની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ
કામગીરી અને કિનારા નજીક મનોરંજન પ્રવૃત્તિઓ કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી હોવાથી
માંડવીના વિન્ડફાર્મ બીચ પર પોલીસ, જીઆરડીના જવાનોએ જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો છે. લોકોને દરિયાથી દૂર રહેવા અને
તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.