ગાંધીધામ, તા. 23 : નખત્રાણાના પારસનગરમાં એક મકાનમાં
પોલીસે છાપો મારી તેમાંથી રૂા. 30,085નો અંગ્રેજી
શરાબ જપ્ત કર્યો હતો. આરોપી હાજર મળ્યો ન હતો. નખત્રાણાના પારસનગરમાં રહેનાર ગુમાનસિંહ ભુરજી સોઢા નામનો શખ્સ
પોતાનાં મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં
પહોંચી હતી, પણ આ શખ્સ ત્યાં હાજર નહોતો.
દરમ્યાન પોલીસે ઘરની તપાસ કરતાં રસોડાના ખૂણામાંથી બોકસ મળી આવ્યા હતા. અહીંથી ગ્રીન
લેબલ 750 મિ.લી.ની 8 બોટલ,
જોની વોકર સ્કોચ વ્હીસ્કી 750એમએલની 6 બોટલ, રોયલ ચેલેન્જના 180 મિ.લી.ના 84 ક્વાર્ટરિયા તથા ઓલ સિઝન્સના
11 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 30,085નો દારૂ જપ્ત કરવામાં આવ્યો
હતો. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.