ગાંધીધામ, તા. 23 : શહેરના કાસેઝમાં આવેલા વેરહાઉસમાંથી
ડીઆરઆઈએ કરોડોનો સોપારી-તમાકુનો જથ્થો પકડી પાડયો છે. આ પ્રકરણમાં બે અધિકારીના નિવેદન
બાદ તપાસને આગળ ધપાવવામાં આવી છે. કાસેઝના એક વેરહાઉસમાંથી મળેલા સોપારી-તમાકુના જથ્થા
પ્રકરણમાં વિજય નામના શખ્સનો ઉપાડી લેવાયો હતો. આ સોપારીનો જથ્થો કોઈ આ પરિસરમાં રાખી
ગયું હોવાનું રટણ તંત્રના ગળે ઊતરે તેમ નથી. ત્યારે તંત્રે કાસેઝના ગેટના તથા ગોદામના
સીસીટીવી, ગેટ રજિસ્ટર તપાસવા સહિતની દિશામાં આગળની કાર્યવાહી
હાથ ધરી છે. આ પ્રકરણમાં કન્ટેનર ઘુસાડનારા એ કર્મીઓના ગઈકાલે નિવેદનો પણ લેવામાં આવ્યા
હતા. કરોડોનો આ માલ રાજકોટની કોઈ પાર્ટીએ મગાવ્યો હોવાનું પણ સપાટી ઉપર આવી રહ્યું
છે, ત્યારે સી.એચ.એ. કોણ હતું ? કયા દેશની
અને કયા બંદર ઉપર આ માલના કન્ટેનર ઉતારવામાં આવ્યા હતા તે તરફ પણ તપાસ આગળ વધી રહી
હોવાનું બહાર આવી રહ્યું છે. આ પ્રકરણમાં આગામી દિવસોમાં નવા કડાકા-ભડાકા થવાની સંભાળના
વ્યક્ત કરવામાં આવી રહી છે.