ગાંધીધામ, તા. 23 : શહેરના અપનાનગરમાં રહેતા એક
યુવા વેપારીને આયાત-નિકાસ માટે જુદા-જુદા લાયસન્સ અપાવવાનું કહી ઠગબાજોએ રૂા. 72,78,296 પડાવી લીધા હતા. શહેરના અપનાનગરમાં
રહેતા તથા આયાત-નિકાસનું કામ કરનાર સાગર સુનીલ મૂલચંદાણી નામનો યુવાન આ છેતરપિંડીનો
ભોગ બન્યો હતો. તેને બી-ટુ-બી પોર્ટલના મેસેજ આવ્યા હતા અને ફોન કરનારે પોતે વાયા ટ્રેડમાર્ટમાંથી
છે અને તેની કંપની બ્રોકરનું કામ કરે છે તથા ધંધા માટે ડોક્યુમેન્ટની જરૂરત છે, તેમાં મદદ કરવાની વાત કરી હતી. બાદમાં આ કંપનીમાંથી
એવન્યા યાદવે ફ્રાન્સની પાર્ટી જીરૂ લેનાર હોવાની તથા લાયસન્સની માગણી કરી હોવાનું
જણાવ્યું હતું. લાયસન્સ અમારી કંપની તરફથી આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી હતી.
પ્રથમ ઈ.ડી.આઈ. લાયસન્સ માટે રૂા. 72,219 માગતાં ફરિયાદીએ આપી દીધા હતા. બાદમાં સી.બી.પી લાયસન્સ માટે
રૂા. 1,45,000, પ્લેનેટ ટેક્સ માટે રૂા. 3,09,877, એ.એમ.એલ. લાયસન્સ માટે રૂા.
3,09,677 પછી ઈ.યુ.એફ.એસ.પી. માટે રૂા.
3,74,000 બાદમાં એસ.પી.ટી.એસ લાયસન્સ
માટે રૂા. 3,13,384, સાતમા લાયસન્સ યુઆર માટે 4,61,899, આઠમા લાયસન્સ ઈ.યુ.એફ.આઈ. માટે
રૂા. 5,20,000 પછી એ.ઈ.ઓ. માટે રૂા. 34,000, જી.ડી.પીઆર. માટે રૂા. 7,26,000 પછી એફ.ડીએ તથા ઈ.આર.સી. માટે
રૂા. 6,71,000, ઈ.યુ.આર.-1 માટે 7,72,000, પીવીઈ એન્ડ ડી.ઓ.સી. લાયસન્સ માટે રૂા. 7,38,000, 14મા એસ.પી.ટી.એસ.પી.એ. માટે
2,61,000, 15મા પાયથો, એફ.એમ.ટી., એચ.ઓ.સી.સી.
લાયસન્સ માટે ઠગબાજોએ રૂા. 8,10,000 માગતાં ફરિયાદીએ તે ઓનલાઈન મની ટ્રાન્સફર, ચેક, આર.ટી.જી.એસ. મારફતે
ઠગબાજોના ખાતામાં મોકલી આપ્યા હતા. બાદમાં એ.એસ.ટી.એમ. લાયસન્સ માટે 82,000 સીઓસી લાયસન્સ માટે રૂા. 1,22,000 અને બાદમાં આ જ લાયસન્સ માટે
1,14,000 માગતાં ફરિયાદી યુવાને બધા
પૈસા આપી દીધા હતા. આરોપીઓએ અલગ-અલગ લાયસન્સ પર ક્યુ.આર. કોડ સ્કેનર આપ્યા હતા જે સ્કેન
કરતા લાયસન્સની કોઈ જ માહિતી મળી ન હોતી. ફરિયાદીએ પોતાના મિત્ર અમિત ઢીગવાણીને વાત
કરતાં આ ઠગબાજોએ છેતરી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકીએ ફરિયાદી યુવાન પાસેથી
કુલ રૂા. 72,78,296 ધુતી લીધા હતા. ગત તા. 13/5થી 10/9 દરમ્યાન બનેલા આ બનાવ અંગે
સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.