• ગુરુવાર, 30 જુલાઈ, 2026

નખત્રાણા પોલીસે ટ્રક અને વાયરચોરીના ભેદ ઉકેલ્યા

ભુજ, તા. 29 : નખત્રાણા પોલીસે ટ્રક અને વાડીઓમાંથી થયેલી વાયરચોરીના ભેદ ઉકેલી લીધા છે. નખત્રાણાની વિશ્વકર્મા માર્કેટમાં ગેરેજમાં આંગણામાં પાર્ક થયેલી 7.50 લાખની ચોરીના મામલે ચોરાઉ ટ્રક તથા સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઈલના મુદ્દામાલ સાથે એજાજ રમજાન લુહાર (દેવપર-યક્ષ), હર્ષદ રમેશ લોંચા (મોટા કાદિયા) અને દિનેશ ઉર્ફે રાહુલ દેવજી પારાધી (નાના કાદિયા)ને નખત્રાણા પોલીસે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બનાવમાં  હિતેશ તુલસીદાસ સોલંકી (મૂળ રહે. મોટા કાદિયા હાલે નખત્રાણા)ને ઝડપવાનો બાકી છે. એજાજ અને હર્ષદનો ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે. આ ઉપરાંત પોલીસે બે દિવસ પહેલાં શંકાસ્પદ વાયરો કિં. રૂા. 34,300ના મુદ્દામાલ સાથે સુરેશ હરિલાલ જોગી  (રહે. ગણેશનગર, નખત્રાણા)ને ઝડપી લીધો હતો. છાનબીનમાં આ વાયરની ચોરી નાના નખત્રાણા વાડી વિસ્તારમાં ત્રણ વાડીમાંથી થઈ હોવાનું સામે આવતાં આજે નખત્રાણા ખેડૂત શિવકુમાર પ્રેમજીભાઈ નાથાણીએ તેમની તથા બે સાહેદની વાડીના બોરના વાયરો કિં. રૂા. 63 હજારની આરોપી સુરેશ જોગી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આમ નખત્રાણા પોલીસે બે જુદી-જુદી ચોરીના ભેદ ઉકેલી લીધા હતા. 

Panchang

dd