ગાંધીધામ, તા. 29 : ભચાઉ તાલુકાના વોંધ ગામની મહારાષ્ટ્ર
કોલોની નજીક બાવળની ઝાડીમાંથી રૂા. 12,000ના દારૂ સાથે શખ્સની અટક કરવામાં આવી હતી, પરંતુ તેણે કોની પાસેથી દારૂ લીધો તથા કોના
માટે કામ કરતો હતો તે પોલીસ જાણી શકી નથી. વોંધ ગામમાં મહારાષ્ટ્ર કોલોનીથી આગળ ખારી
તરફ જતા માર્ગની બાજુમાં બાવળની ઝાડીમાં દારૂ વેચાતો હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે
ગત રાત્રે છાપો માર્યો હતો, અહીં દારૂ વેચતા અકબર ફકીરમામદ ખલીફાને
પકડી પાડી ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન 180 મિ.લિ.ના. 80 ક્વાર્ટરિયાં કિંમત રૂા. 12,000નો દારૂ જપ્ત કરાયો હતો. આ દારૂ ક્યાંથી આવ્યો? કોણ આપી ગયું તથા અરા શખ્સ કોના માટે કામ કરતો
હતો તે સહિતના પ્રશ્નો અનુત્તર રહ્યા હતા.