• રવિવાર, 18 મે, 2025

પદ્ધર પાસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 6 : ગઈકાલે રાત્રે પદ્ધર નજીક બીકેટી કંપની પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા કનૈયાબેના એક શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો અને પૂછપરછમાં શેખટીંબાના બે શખ્સનાં નામ ખુલતા ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. બાતમીના આધારે એલસીબીએ ગઈકાલે રાત્રે પદ્ધર નજીકની બીકેટી કંપનીના ત્રીજા ગેટ સામે આવેલા શિવ સ્ટોર પાસે આઈપીએલની દિલ્હી અને હૈદરાબાદની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કનૈયાબેના રજાકશા ભચલશા શેખને રોકડ રૂા. પાંચ હજાર તથા એક મોબાઈલ કિ. રૂા. પાંચ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ફોનમાં સટ્ટાની બે આઈડી હતી, જેમાં રૂા. 24,375.5 બેલેન્સ હતી. પૂછપરછમાં આ બે આઈડી તેને સહઆરોપી આમદશા શેખ અને શાહનવાઝ શેખ (રહે. બંને શેખટીંબો, અંજાર)ને આપી હોવાની કેફીયત આપતા ત્રણેય વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. પકડાયેલા આરોપી રજાકશા વિરુદ્ધ અગાઉ પણ પાંચ ગુના જુગારધારા તળે નોંધાઈ ચૂક્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd