બાર્સિલોના, તા.16 : સ્પેનના યુવા
સ્ટાર ફૂટબોલર લામિન યમલના શાનદાર ગોલની મદદથી બાર્સિલોના ટીમે હરીફ ટીમ એસ્પેનયોલ
વિરૂધ્ધ 2-0થી જીત મેળવીને બે મેચ શેષ
રહેતાં 28મી વખત લા લીગાનો ખિતાબ પોતાના નામે કર્યો
હતો. લા લીગા સ્પેનની સૌથી જૂની ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. મેચનો પહેલો હાફ ગોલરહિત રહ્યા
બાદ 17 વર્ષના યમલે પ3મી મિનિટે ગોલ કરીને બાર્સિલોના ટીમને સરસાઇ
અપાવી હતી. જયારે ફેરમિન લોપેઝે સ્ટોપેઝ ટાઇમ (90 પ્લેસ પ મિનિટ)માં ગોલ કરીને ટીમને 2-0થી વિજય અપાવ્યો હતો. એફસી
બાર્સિલોનાની 36 મેચમાં આ 27મી જીત છે અને 8પ પોઇન્ટ સાથે લા લીગાનો ખિતાબ પાક્કો કર્યો
હતો. બીજા સ્થાન પરની ટીમ રિયાલ મેડ્રિડના આટલી જ મેચમાં 78 પોઇન્ટ છે. તેના માટે બાર્સિલોની
બરાબરી કરવું સંભવ નથી. દિગ્ગજ લિયોનલ મેસ્સીએ તેની જૂની ટીમ બાર્સિલોનાને 28મી વખત લા લીગાનો ખિતાબ જીતવા માટે અભિનંદન
આપ્યા હતા.