ગોપાલ પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 17 : કચ્છના કણબી
સમુદાયમાં સદાચાર આરોપવામાં જીવનપ્રાણ અબજીબાપા શિરમોર છે. સદ્વિદ્યાથી રાષ્ટ્રનિર્માણના
મહામંત્ર સાથે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંપ્રદાયમાં અગ્રીમ સ્થાને છે. શનિવારે
કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે આચાર્ય મહારાજ જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીને
ગુરુ વશિષ્ઠ ઋષિ એવોર્ડ આપતાં આવો ભાવ વ્યક્ત થયો હતો. ગાદી સંસ્થાન પરિવાર દ્વારા
158 વર્ષ જૂની હાઈસ્કૂલ અને સંકુલ
માટે વધુ 40 લાખનું દાન જાહેર કરાયું હતું.
મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી હરિના આદેશથી સ્થાપેલું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન
રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, અબોલ જીવો, જળસંચય, કુદરતી-માનવસર્જિત
આપત્તિ રાહત કાર્ય, પર્યાવરણ જાળવણી અને શિક્ષણ સેવામાં શિરમોર
કાર્યો કરી રહી છે, તે બદલ સંસ્થાનના વર્તમાન આચાર્ય મહારાજ જિતેન્દ્રીયપ્રિયદાસજી
સ્વામીને 31 ગામના છાત્ર-છાત્રાઓ, વાલીઓ દ્વારા ગુરુ વશિષ્ઠ ઋષિ એવોર્ડ એનાયત
કરાયો હતો. એક સંત દ્વારા દેશ-વિદેશમાં વિશાળ ફલક પર થયેલી સેવાના ઓવારણાં લેતા કેરા-
કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે સંતો સાંખ્યયોગી બાઈઓનું ઋણ સ્વીકાર્યું હતું. કેરાના
ખોજા ભાયાતો જેરાજભાઈ પીરભાઈ અને લાડકભાઈ સોમજીએ 150 વર્ષ પહેલાં સર્વ સમાજમાં શિક્ષણ
જાગૃતિ ફેલાવી બાળકોને ભણતા કર્યા હતા. તેમના નામ સાથે જોડાયેલી શેઠ જે.પી. એન્ડ એલ.એસ.
હાઈસ્કૂલ જે સંકુલમાં છે, ત્યાં 1345 બાળક અભ્યાસ કરે છે, જેમાં ગુજરાતી-અંગ્રેજી પ્રાથમિક શાળા,
40 વર્ષ જૂની આઈ.ટી.આઈ, બે બાલમંદિર, સિવણ શાળા,
ગ્રંથાલય, કપિલકોટ મેદાનનો સમાવેશ છે. આ સંસ્થાને
કેરાના હાજી રજબઅલી ગુલામહુસેન ખોજા, પુત્રો રિયાજઅલી અને કૌશરઅલી
(કિસાન એગ્રો-હાર્ડવેર) તરફથી પાંચ લાખ રૂપિયાથી દાનની સરવાણી શરૂ થઈ હતી. બંને ખોજા
પિતા-પુત્રનું વિશેષ સન્માન કરાયું હતું. એ
પછી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પરિવાર દ્વારા આચાર્ય મહારાજ જિતેન્દ્રીયપ્રિયદાસજી
સ્વામી, વરિષ્ઠ સંત ભગવતપ્રિયદાસજી, સદગુરુ
સંત મહામુનિદાસજી સ્વામીની પ્રેરણાથી 31 લાખ રૂપિયાનું શિક્ષણ દાન ચેક દ્વારા અર્પણ કરાયું, ત્યારે શ્રીજીબાપા-સ્વામીબાપાનો જયગોષ ગાજી
ઊઠયો હતો. અગાઉ સભાગૃહના મંચના દાતા અ. નિ. રાજેન્દ્રભાઈની સ્મૃતિમાં પિતા ઘનશ્યામભાઈ
માવજી ટપરિયા, ધર્મપત્ની મંજુલાબેન, પુત્રી
રસીલા, જમાઈ દિલીપભાઈ પરિવારે અગાઉના 35 લાખમાં વધુ 9 લાખ રૂપિયા ઉમેરી કુલ 44 લાખ રૂપિયાનું માતબાર દાન સંતોની
પ્રેરણાથી અર્પણ કર્યું હતું. સભાને આશીર્વાદ આપતા આચાર્ય મહારાજ જિતેન્દ્રીયપ્રિયદાસજી
સ્વામી એ કહ્યું, શિક્ષણ સંસ્થાઓએ
કેળવણીમાં ક્યારેય નફાની આશા ન રાખવી જોઈએ. શિક્ષણમાં પડતી નાણાકીય ખોટ વાસ્તવમાં ખોટ
નથી, સમાજ નિર્માણનો પાયો છે. કચ્છમાં કણબી સમુદાય માટે શિક્ષણનો
પ્રારંભ મહામુક્ત અબજીબાપા, રામપરના ધનબાઈ ફઈબા, અક્ષરજીવન સ્વામીએ કરાવ્યો હતો. તે પછી ભુજમાં મુક્તજીવન સ્વામીબાપા મહિલા
આર્ટસ-કોમર્સ અને બી.સી.એ. કોલેજની સ્થાપનાથી કન્યા કેળવણી ક્ષેત્રે ક્રાંતિ થઈ હતી.
ગુરુ સ્મૃતિમાં આ કોલેજની સ્થાપના કરનારા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને
સગૌરવ યાદ કરાયા હતા. સંસ્થાના શિક્ષણ સુવિધાના વિકાસમાં 31 લાખ, 5 લાખ, એક-એક લાખના અનેક દાનની સરવાણી વહાવનારાને પહેરામણી
કરાઈ હતી. પ્રારંભે અગ્રણી રવજીભાઈ કેરાઈએ શાબ્દિક સ્વાગત કરતા સંત મહિમા વર્ણવ્યો
હતો. સમૂહ આરતી પૂજન, નૂતનભૂમિમાં ઠાકોરજીની પધરામણી,
લાલજી રૂડા પિંડોલિયા ઓડિટોરિયમમાં મુખ્ય મંચનું ઉદ્ઘાટન દાતા ઘનશ્યામભાઈ
ટપરિયા પરિવારના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ
પિંડોરિયા, પૂર્વ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા (નારણપર),
કિરીટ સોમપુરા, સરપંચ મદનગિરિજી, એચ.જે.ડી. ચેરમેન જગદીશભાઈ હાલાઇ, પૂર્વ સરપંચ દિનેશભાઈ
હાલાઇ, તુલસાબેન વાઘજિયાણી, ચોવીસીના સ્વામિનારાયણ
સિદ્ધાંત સજીવન મંડળના સભ્યો, સાંખ્યયોગી બહેનો મોટી સંખ્યામાં
જોડાયા હતા. બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષામાં
એ-વન ગ્રેડ મેળવનારા 7 છાત્ર-છાત્રાના
લેપટોપ આપી સન્માન કરાયા હતા. સંગીત કલાકાર દિવ્ય પટેલ, અલ્પેશ વેકરિયાને બિરદાવ્યા હતા. જાજરમાન કાર્યક્રમમાં
`ઓપરેશન સિંદૂર' માટે સૈનિકોને સ્મરતા રાષ્ટ્રગીત ગવાયું હતું.
કચ્છના રૂઢીચુસ્ત પરિવારની દીકરીઓ માટે મુક્તજીવન મહિલા કોમર્સ આર્ટસ અને બી.સી.એ.
કોલેજના મહાપ્રદાનના ઓવારણાં લેતા મહિલા કોલેજનું વિશેષ સન્માન મોમેન્ટો-સાલ દ્વારા
કરાયું હતું. કોલેજ વતી જાણીતા સંગીતકાર અને સંસ્થાનના મેનાજિંગ ટ્રસ્ટી કીર્તિભાઈ
વરસાણી, હરિવદન જેસાણી, જગદીશભાઈ કેરાઇ,
નરેન્દ્રભાઈ વાઘજિયાણી સહિતનાએ સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ
સંતો મહામુનિદાસજી સ્વામી, ભગવતપ્રિયદાસજી (મહંત મણિનગર ધામ),
ધર્મતનય સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, ધર્મવત્સલ સ્વામી, પ્રજ્ઞાતીત સ્વામી, સત્વદર્શન સ્વામી, સર્વગુણાલય સ્વામી, દિવ્યનિલય સ્વામી, વિવેકકૃષ્ણ સ્વામી, ઉત્તમશરણ સ્વામી, પરમસ્વરૂપ સ્વામી, સર્વોત્તમપ્રિય સ્વામી, શરણાગત સ્વામી, વિશ્વમંગળ સ્વામી, સત્યાનંદ સ્વામી, ધર્મભૂષણ સ્વામી, પ્રેમપ્રિય સ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા
હતા. લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના વિદ્યાર્થી રહેલા અને હાલ ગાદી સંસ્થાનમાં સંત એવા
ધર્મનંદન સ્વામી (દિલ્હી), યોગપ્રિયદાસજી સ્વામી, ધર્મતનય સ્વામી, યોગવલ્લભ સ્વામી, મુનિવલ્લભ સ્વામી, સહજાનંદચરણ સ્વામી, નિખિલેશ્વરદાસજી સ્વામીને માતૃસંસ્થા તરીકે સન્માનિત કરાયા હતા. ટ્રસ્ટના મહિલા
દાતા સુમિત્રાબેન હાલારિયાનું વિશેષ સન્માન કરાયું હતું. ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા
આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી ભરી આપનાર સંસ્થા ખોજા સિયા ઈમામી ગર્લ્સ એકેડમીના
પરવેઝભાઈ પટેલ, સુલતાનઅલી મોરાણી, ગુલામભાઈ
મોલેદીના, નુરુદીન પંજવાણી અને અઝીઝ મોરાણીનું વિશેષ સન્માન કરવામાં
આવ્યું હતું. ગુજરાતી પ્રાથમિક વિભાગમાં છેલ્લાં 38 વર્ષથી શિક્ષિકા રહેલાં ઇલાબેન
દુતિયા અને 21 વર્ષથી સિવણશાળા સંભાળતા ભંજનાબેન
પ્રશાંતભાઈ ભટ્ટનું વયનિવૃત્તિ સન્માન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે ટ્રસ્ટ અધ્યક્ષ
દેવેન્દ્રભાઈ વાઘજિયાણી, ઉપપ્રમુખ ડો.
દિનેશભાઈ પાંચાણી, મંત્રી વસંતભાઈ પટેલ, ખજાનચી વિનોદભાઈ કેરાઈ, ધીરજભાઈ લાધાણી, અરાવિંદભાઈ ભુવા, નરેન્દ્રભાઈ ભોજાણી, મુકેશભાઈ વેકરિયા, હિતેશભાઈ રાબડિયા, ધનજીભાઈ વેકરિયા, હરીશભાઈ ખેતાણી, કાંતાબેન પટેલ, રાજેશભાઈ કેરાઈ, પરેશભાઈ સેંઘાણી તેમજ ભોજન વ્યવસ્થાના અરજણભાઈ મેપાણી સાથે શૈલેશ ભુવા,
ગાવિંદભાઈ વાગડિયા, કેસરાભાઈ વેકરિયા, રવજીભાઈ કેરાઈ (રાધેશ્યામ), દિનેશભાઈ રાબડિયા,
પ્રવીણભાઈ મેપાણી, કેરા-કુંદનપરના યુવા-યુવતીઓ,
શાળાના આચાર્ય નીરજ શેઠિયા, તમામ વિભાગના શિક્ષકો-શિક્ષિકાઓ
વગેરે જોડાયા હતા. કેરા બાપાશ્રી મંદિરના પાટોત્સવ પ્રસંગે આવેલા બિનનિવાસી કચ્છી હરિભક્ત
પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેરા બાપાશ્રી મંદિરના પાટોત્સવ નિમિત્તે
આવતીકાલે ઘનશ્યામ માવજી ટપરિયા પરિવાર દ્વારા કેરા અને કુંદનપરની વિસ્તારમાં આવેલા
તમામ ગાયો માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. - ગાદી સંસ્થાન
પરિવારના દાતાઓ : વેલજી ઝીણા
ગોરસિયા ચેરિટેબલ ટ્રસ્ટ, કચ્છીયત ફાઉન્ડેશન,
અશોકભાઈ વેલજી વેકરિયા, વિનોદ પ્રેમજી પરબત રાબડિયા,
પ્રેમજીભાઈ મૂળજી રાબડિયા, નાનજીભાઈ કલ્યાણ ગામી,
ગોપાલ ધનજી રાબડિયા, નાનજી રત્ના વાઘજિયાણી પુત્ર
હરીશ (ઘનશ્યામ મસાલા ભંડાર), રામભાઈ ખીમજી લધા ગાજીપરા પરિવાર
હ. મહેન્દ્ર ખીમજી, પટેલ મસાલા ભંડાર હ. વાલજી રત્ના વાઘજિયાણી
પુત્ર રાજેશ વાલજી વાઘજિયાણી, ભુડિયા પ્રેમીલાબેન ગોપાલ અને સ્વ.
લાલજી કલ્યાણ ગોંડલિયા-માનકૂવા, કેસરબેન કરસન કેરાઈ એન્ડ સન્સ-પુત્ર
ગાવિંદ, લક્ષ્મણ, પ્રકાશ, સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સાંખ્યયોગી ફઈબા ધનબાઈ અને ફઈબા માનબાઈ,
નરેન્દ્ર વિશ્રામ વાઘજિયાણી, રામજી ખીમજી હાલાઈ,
મનજીભાઈ રામજી ખોખરાઈ, પ્રેમજીભાઈ કેસરા કેરાઈ,
શાળાના પૂર્વ વિદ્યાર્થી બિપિનચંદ્ર માવજી સેંઘાણી-નારણપર, પરેશ શામજી કાનજી સેંઘાણી-નારણપર, વસંતલાલ ગોપાલ પટેલ,
મેઘજીભાઈ ખેતાણી-પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી દાન જાહેર કરવામાં
આવ્યું હતું.