• રવિવાર, 18 મે, 2025

ભારત આજે લોન્ચ કરશે જાસૂસી ઉપગ્રહ

શ્રીહરિકોટા, તા. 17 : ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો આવતી કાલે જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવાની છે. પાકિસ્તાન સાથે તાજેતરની સશત્ર અથડામણ વચ્ચે ભારતનું આ અંતરિક્ષ મિશન મહત્વનું છે. ઈસરો ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે પોતાની ક્ષમતાનો દુનિયાને પરચો બતાવશે. રવિવારે વહેલી સવારે પ:પ9 વાગ્યે શ્રીહરિકોટા, સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પીએસએલવી-સી61  લોન્ચ વ્હીકલ દ્વારા ઈઓએસ-09 (રિસેટ-1બી) જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd