• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : રમણીકલાલ ઠક્કર (ઉ.વ. 89) (નિવૃત્ત સિંચાઈ વિભાગ) તે સ્વ. ગોદાવરીબેન લાલજી જીવરાજ ઠક્કરના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. રામબાઈ લાલજી પલણ, સ્વ. શાંતિલાલ, સ્વ. શંકરલાલના ભાઈ, જયેશભાઈ (નિવૃત્ત કોર્ટ), મીનાક્ષીબેન જોબનપુત્રા (એલઆઇસી ભુજ), રીટાબેન પોપટ, પ્રવીણાબેન નથવાણી (કાલાવડ)ના પિતા, વસંતબેન (નિવૃત્ત શિક્ષિકા), કિશોરભાઈ જોબનપુત્રા (નિવૃત્ત બીઓઆઇ), વિનોદભાઈ પોપટ, ચંદ્રેશભાઇ નથવાણીના સસરા, ડો. રિદ્ધિ કોઠારી, ધરમના દાદા, ડો. હાર્દિક , કૌશલ, ભક્તિના નાના, ચિરાગભાઈ કોઠારી (યુનિટેક લેબોરેટરી), પૂનમના દાદા સસરા, શીતલના નાના સસરા, ત્વિશાના પરદાદા, આરવના પરનાના તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2026ના બુધવારે સાંજે 5થી 6 રસિક કતિરા પાર્ટી પ્લોટ (એસી હોલ), વી. ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : સમા અબ્દુલ ગની આમદ (ઉ.વ. 73) (નિવૃત્ત માલી ભુજ નગરપાલિકા) તે મામદના ભાઇ, મોહમ્મદ શબ્બીરના પિતા, અબ્દુલ સતાર, અનવર હુશૈન, અમજદ, રફીક, ઇર્શાદ મોઇનના સસરા તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-10-2026ના ગુરુવારે સવારે 9થી 10 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ નાની સાભરાઈના ગંઢ (ગઢવી) પુનશી  (ઉ.વ. 80) તે સ્વ. સામત માછાના પુત્ર, વાલા સામત, ગોરબાઈ દેવરાજ અભાણીના મોટા ભાઈ, કમશ્રી દેવરાજ બારોટ (મોટા રતડિયા), લાછબાઈ નારાણ બારોટ (નાની ઉનડોઠ), હરિ, રામના પિતા, જીવરાજ, જેઠાભાઈ, ખીમરાજના મોટાબાપુ, હાશબાઈ, રિદ્ધિ, ભાવિક, ઉર્વી, સેજલ, માનના દાદા, હરધોર વરજાંગ દેવાણીના ભાણેજ, શિવરાજ હરદાસ અભાણીના જમાઈ તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ચામુંડા નગર, ગાંધીધામ ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 23-10-2026ના તે જ  સ્થળે.

અંજાર : હાલે ઘાટકોપર (મુંબઈ) કિશોરભાઈ રતિલાલ ઉપાધ્યાય (ઉ.વ. 86) તથા તેમના પત્ની ભાનુબેન કિશોરભાઈ ઉપાધ્યાય (ઉ.વ. 85) તે સ્વ. રતિલાલ વૈજનાથ ઉપાધ્યાયના મોટા પુત્ર-પુત્રવધૂ, નીના, હિરેન, ચારુ તથા પ્રશાંતના માતા-પિતા, તારિણી અને સીમાના સાસુ-સસરા, સ્વ. કિરણભાઈના ભાઈ-ભાભી, કુસુમબેનના જેઠ-જેઠાણી, સ્વ. વિમળાબેન દામોદરભાઈના પુત્રી-જમાઈ, નિર્મિત, જાહ્નવી, રીયાના દાદા-દાદી, જય, ખુશ્બૂ, નંદિનીના નાના-નાની, માનસીના દાદાજી-દાદીજી તા. 10-10-2026ના તથા તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : હિરેનભાઈ 93238 06837.

મુંદરા : મૂળ મથુરાના મમતા પ્રેમપ્રકાશ અગ્રવાલ (ઉ.વ. 78) તે પ્રેમપ્રકાશ અગ્રવાલના પત્ની, આલોક, સારિકા, મોનિકા, રુચિ, મહેન્દ્રના માતા, ધર્મેન્દ્ર, નીલાભ, મનીષ, ગૌરાંગ ત્રિવેદીના સાસુ, તેજસ્વ, આધ્યાના દાદી તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 16-10-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રોકડિયા મંદિર સત્સંગ હોલ, મુંદરા ખાતે.

માંડવી : શાહ કાંતિલાલ (પટવા) (અરિહંત ડ્રેસીસવાળા) (ઉ.વ. 89) તે ધનલક્ષ્મીબેનના પતિ, સ્વ. કંચનબેન હિંમતલાલ શિવરાજના પુત્ર, સ્વ.  માનવંતીબેન મોતીલાલ શાહના જમાઈ, રીટા, રીના, સંદીપ, વર્ષા, રૂપલના પિતા, નલિનભાઈ, જયકુમારભાઈ (કોલકાતા), પ્રતિમા, સંજીવભાઈ (અમદાવાદ), નયનાના સસરા, પૂજા, કેવલ, વંશ, રિશીના દાદા, હેતના દાદા સસરા, ઉમેશચંદ્ર, જિતેન્દ્ર, રમેશ, દેવેન્દ્ર, સ્વ. ચંદ્રસેન, નીલેશ, સ્વ. મેનાબેન નાનાલાલ શાહ, મંજુલાબેન નવીનચંદ્ર પટવા, માયાબેન સુભાષ શાહના ભાઈ, પ્રશાંત, અમિત, ભાવિક, જીનેશ, મિતેષ, જેનીલ, અંકિત, રચના, મનાલી, માનશી, ખુશ્બૂના કાકા, પરેશ, તુષાર, સુષ્મા, રૂપેન, હર્ષિત, પરાગ, ખ્યાતિ, નીરવના મામા, સ્વ. કિશોરભાઈ, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. સુરેશભાઈ, પૂર્ણિમાબેન વૃજલાલ સંઘવીના બનેવી, ઉચિતા (કલિકટ), જીગલના માસા, તન્વી, ડોલી, મેઘાવી, ચાર્મી, જયવીર, સારંગ, સ્વ. તપસ્વી, દર્શિતના નાના, મલય લાલન, ભદ્રેશ શાહ, નૈનેશ ભણસાલી, લેન્સી પટવાના નાના સસરા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10- 2026ના બુધવારે સાંજે 4થી 5 જૈનપુરી,  માંડવી ખાતે.

માંડવી : શ્રીમાળી સોની રસીલાબેન આડેસરા (ઉ.વ. 67) તે સ્વ. પુષ્પાબેન વિઠ્ઠલદાસ આડેસરાના પુત્રવધૂ, મનહરલાલ વિઠ્ઠલદાસ આડેસરાના પત્ની, સ્વ. મધુસૂદન વિઠ્ઠલદાસ આડેસરા, રજનીકાંત વિઠ્ઠલદાસ આડેસરાના ભાભી, સમીર, વૈશાલીના માતા, ભાવનાબેન (ટેક્સેસન ચેરમેન માંડવી નગર સેવાસદન), રાજેન્દ્રકુમાર (જામનગર)ના સાસુ, મિતાંશ, અર્થના દાદી, ધર્મ, ધૈર્યના નાની, સ્વ. પ્રાણકુંવરબેન પ્રિતમલાલ કોંઢિયાના પુત્રી, જગદીશભાઈ (બહેરીન), રાજેશભાઈ (માંડવી), સ્વ. અંજનાબેનના મોટા બહેન, રેણુકાબેન, મમતાબેનના નણંદ અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-10-2026ના બુધવારે સાંજે 4થી 5 વલ્લભવાડી, પહેલા માળે, આઝાદ ચોક, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : કૈલાસબેન પ્રસાદીલાલ બૈરવા (ઉ.વ. 55) તે પ્રસાદીલાલ ફન્દુલાલ બૈરવા (નિવૃત્ત કચ્છમિત્ર)ના પત્ની, સ્વ. જ્યોતિબેન, હિતેષભાઇ, રાહુલભાઇ, જુલીબેનના માતા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2026 બુધવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રાહ્મણ નારાણવાડી, કચ્છમિત્ર કોલોની પાસે, માધાપર-કચ્છ.

સુમરાસર-શેખ (તા. ભુજ) : અમૃતબેન હરિગર ગુંસાઈ (ઉ.વ. 78) તે સ્વ. હરિગર પ્રેમગર ગુંસાઈના પત્ની, સ્વ. ગંગાબેન માનગર પ્રેમગરના દેરાણી, સ્વ. નારણગર ભગવાનગર (બાનિયારી), સ્વ. બુધગર ભગવાનગર (નાડાપા)ના બહેન, સ્વ. રવિગર હરિગર, રમેશગર, સ્વ. ચતુરગર, અનસૂયાબેન ઉમેશગર (ખોંભડી)ના માતા,  ગં.સ્વ. વનિતાબેન રવિગર, કંચનબેન રમેશગરના સાસુ, કૃપાલીબેન મહેશગરના દાદીસાસુ, સુરજગર, મહેશગર, ઓમગર, રોહિતગર, સ્વ. લાલો, દીપ્તિબેન અને સ્મિતલના દાદી તા. 12-10-2026ના  અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તથા શક્તિપૂજન તા. 24-10-2026ના શનિવારે સુમરાસર ખાતે.

શેખાઈબાગ-ગુંદિયાળી (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ મોતા દીક્ષિતાબેન (ઉ.વ. 25) તે દક્ષાબેન લક્ષ્મણભાઈ મોતાના પુત્રી, ઝવેરબાઈ લધાશંકર મોતાના પૌત્રી, રાજબાઇ મીઠુભાઈ મોતાના પડપૌત્રી, ગીતાબેન અરાવિંદભાઈ નાકર, કમળાબેન પ્રાણજીવનભાઈ માકાણી (ગુંદિયાળી), જિજ્ઞાબેન પ્રભુલાલ મોતા, વનિતાબેન હિતેષભાઈ નાગુ(બિદડા)ના ભત્રીજી, શિવમ, ક્રિષ્ના, શીતલ, દર્શના પ્રભુલાલ, સચિન પ્રભુલાલ, મિરલ પ્રભુલાલના બહેન, સ્વ. પુરબાઈ શિવજી માકાણી (ગુંદિયાળી)ના દોહિત્રી, સ્વ. મધુબેન શામજી માકાણી, કમળાબેન પ્રાણજીવન માકાણી, સ્વ. નારણ શિવજી માકાણી, અલ્પાબેન પ્રેમજી માકાણી, સ્વ. સરસ્વતીબેન માવજી મોતા, લીલાવંતીબેન લાભશંકર વ્યાસ, જ્યોતિબેન મનસુખભાઈ મોતાના ભાણેજી તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2026ના બપોરે 3થી 5 નિવાસસ્થાને ચાવડાઈ વાડી, બાપા સીતારામ મઢુલી રોડ, મહાકાલી ધામ, બાગ ખાતે તથા મોસાળ પક્ષની પ્રાર્થનાસભા તે જ દિવસે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, શેખાઈબાગ, ગુંદિયાળી ખાતે.

મદનપુરા (તા. માંડવી) : રવજી સેંઘાણી (ઉ.વ. 75) તે સ્વ. શામજી નાનજીના પુત્ર, પ્રેમિલાબેનના પતિ, નાનજી માવજી ચૌધરી (વિરાણી મોટી)ના જમાઈ, શૈલેષભાઈ, કલ્પેશભાઈ, જયવંતીબેન (લુડવા, મુંબઈ), શીલાબેન (નિરોણા, માધાપર-ભુજ)ના પિતા, પરષોત્તમભાઈ, બાબુભાઈ, કસ્તૂરબેન (નાની વિરાણી), ઝવેરબેન (શ્રીરામનગર), સ્વ. હેમલતાબેન (શ્રીરામનગર, મુંબઈ)ના ભાઈ, નર્મદાબેન, કસ્તૂરબેનના જેઠ, દિવ્યાબેન, ભાવનાબેનના સસરા, ચેતન, મિતેષ, વિવેક, દીપ્તિ (નાંદેડ), મયૂરી (બિદડા), ધૃતિ (જનકપુર)ના મોટાબાપા, યુક્ત, સોમ્ય, રિશી, રિયાંશના દાદા અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-10-2026ના બુધવારે સવારે 9થી 12 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર હોલ, મદનપુરા (કોડાય) ખાતે તથા તા. 15-10-2026ના ગુરુવારે સવારે 9થી 10.30 કડવા પાટીદાર સમાજવાડી, મુંદરા ખાતે.

નાગલપુર (તા. માંડવી) : સામબાઇ ભંડેરી (ઉ.વ. 95) તે સ્વ. જાદવાભાઇ ધનજી ભંડેરીના પત્ની, સામજીભાઇ, ખીમજીભાઇ, રાધાબાઇ પ્રેમજી ભુડિયા, ધનબાઇ કેશરા કારા, કુંવરબાઇ મેઘજી કારા, શાન્તાબેન ભીમજી આશાણી, મંજુબાઇ મનજી હીરાણી, લક્ષ્મીબેન હીરજી છભાડિયાના માતા તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-10-2026ના સવારે 7થી 8 નિવાસસ્થાન વાડી વિસ્તાર, લેવા પટેલ સમાજવાડીની બાજુમાં, નાગલપુર ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : જાડેજા સંગ્રામસિંહ હાલુભા (ઉ.વ. 57) તે સ્વ. હાલુભા લાધાજીના પુત્ર, જાડેજા ચતુરસિંહ હાલુભા, સ્વ. ગોડજીભા હાલુભા, અજિતસિંહ પતુભા, લખુભા, સુરુભા, દશરથસિંહ, બટુકસિંહ, બટુકસિંહ ભાણજીભા, સ્વ. દિલુભા, બળવંતસિંહ ગુલાબસિંહ, સ્વ. બાપાલાલના ભાઇ, યશપાલસિંહના પિતા, શિવુભા વેશલજીના ભત્રીજા, નરેન્દ્રસિંહ ચતુરસિંહ, ઓનલસિંહ, અશોકસિંહ, કિરીટસિંહ, હમીરસિંહ, રામદેવસિંહ, ભગીરથસિંહના કાકા તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-10થી 17-10-2026 સુધી ભાયાતના ડેલામાં, નાની ખાખર ખાતે તેમજ આયાવાર તા. 16-10-2026ના શુક્રવારે સવારે 9થી 12 તથા બપોરે 3થી 5 નિવાસસ્થાને.

નિરોણા (તા. નખત્રાણા) : મહેશ્વરી દેવા મંગલ ફુલિયા (ઉ.વ. 60) તે સ્વ. મંગલ ગીગાભાઇના પુત્ર, સ્વ. બાબુભાઇ (પપુ), દીપક, લખીબાઇ માયા ધેડા (વડઝર), બાયાબાઇ ધનજી સંજોટના ભાઇ, મહેશ, નવીન, જાગૃતિ રમેશ સીજુ (નિરોણા)ના પિતા, સ્વ. જીવાભાઇ, સ્વ. કરશસનભાઇના ભત્રીજા, ગોવિંદ, મોહન, મુલબાઇ, અંબુબેન પેરાજ, જ્યોતિબેન સુમાર ઝોલા (મુરૂ)ના કાકાઇ ભાઇ, સ્વ. રામજી પુના દેવરિયા (ઝુરા)ના જમાઇ, ડમીબેનના પતિ, ભીમજી, ગાભુભાઇના બનેવી, હિતાંશના દાદા, પ્રેમ, જિજ્ઞા, વિશાખા, સંધ્યા, હિના (ગાંધીધામ)ના મોટાબાપા, સ્વ. વનિતા, વર્ષાબેન નવીન, રમેશ લખુભાઇ સીજુ (પત્રકાર-નિરોણા), જગદીશ બળિયા (મોથાળા)ના સસરા તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-10-2026ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન લયવારા મફતનગર, નિરોણા ખાતે.

નારાણપર (તા. અબડાસા) : અભેસંગજી પુંજુભા જાડેજા (ઉ.વ. 72) તે ભીખુભા, સ્વ. રણજિતાસિંહ, કનુભાના ભાઈ, અનિરુદ્ધાસિંહ, લખધીરાસિંહના પિતા, ચંદ્રાસિંહ, મૂળરાજાસિંહ, શિવુભા, જિતેન્દ્રાસિંહ, અજિતાસિંહ, રાજેન્દ્રાસિંહના કાકા, ઘનશ્યામાસિંહના મોટાબાપુ, ચિરાગાસિંહ, બ્રિજરાજાસિંહ, રાજદીપાસિંહ, ઉદયાસિંહ, પ્રિયરાજાસિંહ, હરેન્દ્રાસિંહ, ભગીરથાસિંહ, ક્રિપાલાસિંહ, જયરાજાસિંહ, પ્રદીપાસિંહ, જયવીરાસિંહ, જસપાલાસિંહના દાદા તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નારાણપર ખાતે.

લાખાપર (તા. લખપત) : રાયમા આમદ જાફર (ઉ.વ. 82) તે રજાક, ગુલામના પિતા, મ. હાસમ હાજી ઇબ્રાહિમ, હાજી મુશા હાજી ઇબ્રાહિમ, ઓસમાણ હાજી ઇબ્રાહિમ, હારૂન હાજી ઇબ્રાહિમ, ઉમર મામધ, અબ્દુલ મામદના કાકા, રમધાન હાજી અલાના, રાયમા હુશેન હાજી અલાના (ઘડુલી) (પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ), જાફર હાજી અલાનાના મોટાબાપુ તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-10-2026ના બુધવારે સવારે 11 કલાકે મુસ્લિમ જમાતખાના, લાખાપર (તા. લખપત) ખાતે.

રાજકોટ : શારદાગૌરી ઉમેશચંદ્ર જેઠવા (ઉ.વ. 60) તે ઉમેશચંદ્ર મકનજીભાઇ જેઠવા (દિનેશ વોચ કંપની)ના પત્ની, સ્વ. ગોવિંદભાઇ રણછોડભાઇ રાઠોડ (બગસરા)ના પુત્રી, નેહાના માતા, ઉષાગૌરીના દેરાણી, રંજનાબેન (આરએમસી), સોનલબેન, દિનેશભાઇ, કૈલેશભાઇના ભાભી તા. 11-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-10-2026ના ગુરુવારે સાંજે 4થી 6 પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે.

રાજકોટ : રમણીકલાલ દેવચંદભાઇ ખંધેડિયા (ઉ.વ. 78) (રાજેશ બુક સ્ટોરવાળા) તે ઉજમબેનના પુત્ર, અમિતભાઇ, જસ્મિનભાઇ, જાનકીબેનના પિતા, શાંતિલાલ ઓધવજીભાઇ ચોલેટાના જમાઇ, નિલેશ્વરીબેન, ભાવિતાબેન, પ્રશાંતભાઇના સસરા, જીલ, ક્રિશા, ઓમ, આદિતના દાદા, નીવ, દીપના નાના તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-10-2026ના ગુરુવારે સવારે 8.30થી 10 નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલની સામે, રાજકોટ ખાતે.

અમદાવાદ : મૂળ વાડાપદ્ધરના સુરેશભાઇ ઝવેરીલાલ વ્યાસ (ઉ.વ. 71) તે વંદનાબેનના પતિ, સાગર, તૃષાના પિતા, સ્નેહા (બીના), મીતકુમારના સસરા, વેદાના દાદા, મંત્રના નાના, હરસુખભાઈ, કુલીનભાઈ, લલિતભાઈ, રસિકભાઈ, પ્રફુલ્લાબેન, જયદેવીબેનના ભાઈ, મયૂર, યશેષના કાકા, જિગર, રાજના મોટાબાપા, સ્વ.ગં.સ્વ. ઉમાબેન મુગટલાલ દવેના મોટા જમાઈ, જયશ્રીબેન, વનિતાબેન, ભરતભાઈ, રાજેશભાઈ, સ્વ. બકુલભાઈ, વિપુલભાઈ, રોહિતભાઈના બનેવી, ભરતભાઈના સાળા, પરેશભાઈના સાઢુભાઈ, જાગૃતિ, ભાવિક, યોગેશ, ગીતેનના મામા, પલ્લવી, ચાંદની, એકતા, સૌમ્યના માસા, શોભના, શિલ્પા, ભક્તિ, વૈશાલી, વિદ્યા, માયાના કાકા, જયાબેન, કોકીલાબેનના દિયર, રીનાબેનના જેઠ તા. 12-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-10-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી, શિવકૃપા નગર, ભુજ ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd