ભુજ : કલ્પનાબેન માંકડ (ઉ.વ. 81) તે સ્વ. દિલીપભાઈ જયસુખલાલ
માંકડના પત્ની, સ્વ. જયસુખલાલ વેજનાથ માંકડના
પુત્રવધૂ, સ્વ. મણિભાઈ હરિલાલ ધોળકિયાના પુત્રી, સ્વ. જ્યોત્સનાબેન શિરીષભાઈ પટ્ટણી, ભરતભાઈ ધોળકિયાના
બહેન, મીનાબેન ધોળકિયાના નણંદ, કેતુર,
શ્રુતિ પરિતોષભાઈ અંતાણી, ગીરા મનીષભાઈ બૂચના માતા,
તેજસ કેતુર માંકડના સાસુ, ટીશા, રીવાના દાદી, ડો. મિશા ચિરંતપ ઓઝા, મુસ્કાનના નાની, સ્વ. ચંદ્રકિશોરભાઈ માંકડ, ગ.સ્વ સરોજબેન ઈજ્જતરાય અંજારિયા, જ્યોતિકાબેન દિવાકરભાઈ
વોરાના ભાભી, નિશીથ, મેહુલ માંકડના કાકી,
અર્ચના માંકડ, દીપ્તિ માંકડના કાકીજી, વૈશાલી તરલ વૈષ્ણવ, અભિજિત, બિનાલી
આશિષ મહેતાના ફઈ, દીપ્તિબેન હેમન્દ્રભાઈ વસાવડા, ગિરીશભાઈ, અશોકભાઈ, દુર્ગેશ અંજારિયા,
વિમલ, મોહિત વોરાના મામી તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-4-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પલેક્સ, ભુજ ખાતે.
ભુજ : હાલે કુકમા મહેશ્વરી જુમાભાઇ સિજુ (ઉ.વ. 90) તે કરસનભાઇ (પ્રા. શિક્ષક શિવનગર
શાળા નં. 24-ભુજ)ના પિતા તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-4-2026ના બુધવારે સાંજે 5થી 6 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, નાગનાથ
મંદિર પાસે, ભુજ ખાતે.
ભુજ : મૂળ ગઢશીશાના ગં.સ્વ. પ્રભાબેન મોહનલાલ ગણાત્રા (ઉ.વ.
78) તે સ્વ. ઝવેરબેન હીરજી હરીરામ
ગણાત્રાના પુત્રવધુ, સ્વ. મોહનલાલ
હીરજી ગણાત્રાના પત્ની, સ્વ. રાધાબેન મોહનભાઈ મજેઠીયા (મુળ ટોડીયા,
હાલે નાશિક)ના પુત્રી, સ્વ. શિવજીભાઈ, સ્વ. ટોકરશી, સ્વ. પરસોતમ, સ્વ.
લક્ષ્મીદાસ, લતાબેન, શારદાબેનના બહેન,
સ્વ. દામોદરભાઈ, સ્વ. પ્રતાપભાઈના નાના ભાઈના પત્ની,
સ્વ. સાવિત્રીબેન હીરજી ચંદન, ગં.સ્વ. મંજુલાબેન
દ્વારકાદાસ આઈઆ, હેમરાજભાઈના ભાભી, સ્વ.
જશોદાબેન દામોદરભાઈ, સ્વ. જશોદાબેન પ્રતાપભાઈના દેરાણી,
શાન્તાબેનના જેઠાણી, પ્રિતિબેન (વાયોર),
કનૈયાલાલ, દિનેશભાઈના માતા, વિનોદભાઈ, લક્ષાબેન, વિદ્યાબેનના
સાસુ, પ્રિત, પ્રયાગના દાદી, બરખા, પાર્થના નાની, ગં.સ્વ. ભારતીબેન,
હંસાબેન, મીનાબેન, પુષ્પાબેન,
જ્યોતિબેન, કાજલબેન, જલારામ,
અતુલ, શૈલેષ, દિપક,
જયેશ, સતિષના કાકી, રોશ્ની,
શ્રદ્ધા, આનંદ, નિધિ,
વેદ, રામ, ભાવિક,
ઓમ, શ્રેયા, પ્રીન્સના દાદી
તા. 21-4ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-4-2026ના
સાંજે 5થી 6દરમ્યાન નવી લોહાણા મહાજનવાડી રૂખાણાં હોલ (વીડી હાઈસ્કૂલ) ખાતે.
આદિપુર : મૂળ ચંદિયાના ગિરધરભાઇ જેઠાભાઇ કાતરિયા (ઉ.વ. 70) તે ગં.સ્વ. જયાબેનના પતિ, સ્વ. ભચીબેન જેઠાભાઇના પુત્ર, સ્વ. મનજીભાઇ હીરજીભાઇના જમાઇ, ગં.સ્વ. ગોદાવરીબેન,
દેવજીભાઇ, જયાબેન, પરસોત્તમભાઇ,
ગં.સ્વ. રસીલાબેન, રોહિતભાઇ, લાલજીભાઇ, જેઠાભાઇ, વેજીબેન ધનજીભાઇ,
સ્વ. સાકરબેન જગમાલભાઇના ભાઇ, જ્યોતિબેન વિશાલભાઇ,
આરતીબેન હિતેષભાઇ, જયશ્રીબેન કિશોરભાઇના પિતા,
ભારતીબેન ભાવેશભાઇ, દક્ષાબેન હિતેષભાઇ,
નિશાબેન દિનેશભાઇ, મેઘીબેન વેલજીભાઇ કાપડીના કાકા,
નીવ, વંશ, હર્ષિવ,
પ્રગતિ, કાવ્યના દાદા તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-4-2026ના ગુરુવારે સવારે 10થી 11 વૃંદાવન વાડી, સોરઠિયા આહીર સમાજવાડી (જૂની), શિણાય ખાતે.
અંજાર : મૂળ સતાપરના સુરેશ વોરાણી (ઉ.વ. 83) તે મીઠાબાઈ રતનસિહ વોરાણીના
પુત્ર, સ્વ. ભારતીબેનના પતિ, સ્વ. હીરબાઈ વેલજીભાઇ સોમેશ્વરના જમાઈ, ચેતન (અંજાર),
ભાવના (મુંબઈ), હિના (ભુજ), પિંકી (મુંબઈ), ભકિત (અંજાર)ના પિતા, તૃપ્તિ, ઈમ્તિયાઝ ચોગલે (મુંબઈ), કિશોર રાયમંગીયા (ભુજ) ,દર્શન કોઠારી (મુંબઈ),
બિપીન પલણ (અંજાર)ના સસરા, સ્વ. મૂળરાજ,
સ્વ. દિનેશ, સ્વ. વિનોદ, ગિરીશના ભાઈ, પરી, પલકના દાદા,
સોયબ, શાયમા, રીચા,
દર્શન,યશ, પરીન, શ્લોકના નાનાબાપા તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. બેસણુ રાખેલ નથી. સંપર્ક : ચેતન-97278 23636, તૃપ્તિ-91062 74976.
નખત્રાણા : મૂળ લાખિયારવીરાના ગઢવી સુરેશદાન (ઉ.વ. 43) તે સ્વ. મંજુબેન શંભુદાન જશરાજદાન
ગઢવીના પુત્ર, શ્વેતાબેનના પતિ,
સ્વ. શક્તિદાન ગઢવી, સ્વ. અનસૂયાબેન, સ્વ. ગીતાબેન, દક્ષાબેન, શૈલેષદાનના
ભાઇ, જિજ્ઞેશ, કુલદીપ, હિરલના કાકા, મુકુન્દદાન, વીરાજદાનના
પિતા, ધૈર્ય અને રિદાંશના દાદા, રાજ,
રાજવી, જયવીના મોટાબાપુ, જસકરણદાન દેવીદાન રોહડિયા (કટારિયા)ના જમાઇ તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 21-4થી 25-4-2026 સુધી નિવાસસાસ્થ શક્તિનગર, વિરાણી રોડ, નખત્રાણા
ખાતે.
માધાપર (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી રજનીકાંત સોલંકી
(ઉ.વ. 76) તે સ્વ. પાનીબેન દયારામ કાનજીના
પુત્ર, રમેશભાઇ, રણજિતભાઇ,
સ્વ. પૂર્ણિમાબેન, નલિનીબેનના ભાઇ, સુરેખાબેનના પતિ, બિનિતાબેનના મામા, સ્મિત તથા સુરભિના મોટાબાપા, હંસાબેન રણજિતભાઇના જેઠ,
નિર્મળાબેનના દિયર, રતિલાલ જયરામ ચાવડાના જમાઇ,
રાજેશભાઇ રતિલાલ (મુંબઇ)ના બનેવી તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ટાંક પરિવારના માતાજીના સંકુલમાં, ઠાકર મંદિર પાસે, જૂનાવાસ,
માધાપર ખાતે.
નાગલપુર (તા. માંડવી) : મૂળ નારાણપર (ભુજ)ના હરેશકુમાર (ઉ.વ.
40) તે સુનીલભાઇ કરણમણભાઇ ફુફલના
પુત્ર, સુરેશ, આરતીબેન દિનેશભાઇ
ધેડા (ભુજ), જ્યોતિબેન અશોકભાઇ શિરોખા (મુંબઇ), હિંમત (ઉપ સરપંચ, નાગલપુર ગ્રામ પંચાયત)ના ભાઇ,
જેઠાલાલ (માજી સરપંચ), કાન્તિલાલના ભત્રીજા,
વિજયાબેન અને કાજલબેનના જેઠ તા. 19-4-2026ના અવસાન પામ્યા છે.
રામપર-વેકરા (તા. માંડવી) : જુવાનસિંહ મુરુભા જાડેજા (ઉ.વ. 77) તે સ્વ. ભવાનસિંહ મુરુભા, સ્વ. બચુભા, નટુભા,
કલુભાના ભાઇ, રાજેન્દ્રસિંહ, અજિતસિંહના પિતા, રવુભા ભવાનસિંહ, સ્વ. દિલુભા, વિશાલસિંહ (વિષ્ણુસિંહ), બચુભાના કાકા, શક્તિસિંહ, નરેન્દ્રસિંહના
મોટાબાપુ, જયદેવસિંહ, વિક્રમસિંહ,
ચેતનસિંહ, લક્ષ્મણસિંહ, શ્યામસિંહ,
જયપાલસિંહ, હર્ષદીપસિંહ, જસપાલસિંહ, મિતરાજસિંહના દાદા તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-4-2026ના સોમવારે શિવમંદિરે તથા ઉત્તરક્રિયા
તા. 2-5-2026ના શનિવારે નિવાસસ્થાને.
જિયાપર (તા.નખત્રાણા) : ગંગાબેન ચોપડા (ઉ.વ. 63) તે ગંગારામભાઈના પત્ની, ધનસુખ, રિંકલબેન મુકેશ
છાભૈયા (આણંદપર)ના માતા, જેન્તીભાઈ, સ્વ.
શાંતિભાઈના નાના ભાઈના પત્ની, પ્રવીણાબેન, મુકેશભાઈ છાભૈયાના સાસુ, લાલજીભાઈ વાલજી રામજિયાણી (દરશડી)ના
પુત્રી તા. 21-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-4-2026ના ગુરૂવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ
પાટીદાર સનાતન સમાજવાડી, જિયાપર (નારાયણનગર)
ખાતે.
દેશલપર-ગુંતલી (તા. નખત્રાણા) : લાંગાય ખમીશા (ઉ.વ. 32) તે જાકબ આમધના પુત્ર, ઇલિયાદ, જાનમામદ,
હનીફ, જુમ્મા (બાપાડો)ના ભાઇ, લાંગાય ઇબ્રાહિમ અલીમામદ (નરાઇ)ના જમાઇ તા. 20-4-2026ના અવસાન પામ્યા છે.
આધોઇ (તા. ભચાઉ) : મૂળ કંથકોટના મ.ક.સ.સુ. આનંદીબેન બાબુલાલ
પરમાર (દરજી) (ઉ.વ. 68) તે બાબુલાલ
દામજી પરમાર (દરજી)ના પત્ની, મંજુલાબેન,
મહેશભાઇ, દીપકભાઇ, રાજેશભાઇના
માતા, સ્વ. જમનાબેન, કાશીબેન, નર્મદાબેન, પ્રેમિલાબેન, હંસરાજભાઇના
ભાભી, રંભીબેનના જેઠાણી, સ્વ. શાંતાબેન
પોપટલાલ ચૌહાણના પુત્રી, ધનેશભાઇ, જગદીશભાઇ,
સુશીલાબેનના બહેન, પરમાર લવજીભાઇ ભોજાભાઇ,
બાબુભાઇ ભોજાભાઇ (રાપર)ના ભાણેજી, જિતેન્દ્રભાઇ,
નવીનભાઇ, માષાબેન, હેતલબેનના
મોટીમા, પીઠડિયા પ્રકાશકુમાર (રાપર), વર્ષાબેન,
જોસનાબેન, સાધનાબેન, સાવિત્રીબેનના
સાસુ, મનીષા, સાવનના નાની, અરમાન, નિષ્ઠા, એન્જલ, જાનવી, ધ્યાન, પ્રદીપ, દિવ્યા, યશ, બંસરી, શિવના દાદી તા. 19-4-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા મોરિયા તા. 29-4-2026ના બુધવારે ઉદેપુર, રવેચી નગર, આધોઇ ખાતે.
નવી દુધઈ (તા. અંજાર) : લુહાર હાજરાબેન આરબભાઈ (ઉ.વ. 88) તે ફકીરમામદના માતા, ફહીમ અને ફરહાનના દાદી, ઇમરાન ઇસ્માઇલ (મિરજાપર)ના સાસુ, મ. હારૂન, મ. અલીમામદ, ખમીશાભાઇ, અબ્દુલ,
દુધઇ હારૂન અબ્દુલ્લા, જુસબ અબ્દુલ્લા,
રમજુ અબ્દુલ્લા, યાકુબ અબ્દુલ્લા (સણોસરા)ના બહેન
તા. 21-4-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 23-4-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ સમાજવાડી, નવી દુધઈ ખાતે.
ઘોડાલખ-ગઢશીશા (તા. માંડવી) : મહંત લઘુભારથીજી મંગલભારથીજી ગોસ્વામી
(કામાક્ષીધામ તથા માનકેશ્વર મહાદેવના પૂજારી) (ઉ.વ. 80) તે જાનબાઈ મંગલભારથી કાળુભારથીના
પુત્ર, ગં.સ્વ. પ્રવીણાબેનના પતિ, સ્વ. ચાંપાબેન હીરાગર (ગઢશીશા), સ્વ. દેવાબેન માધવગર
(ભુજ), ગં.સ્વ. તુલસાબેન ઉમેદગર (માંડવી), દામભારથી, ચનુભારથી, વલ્લભભારથીના
મોટા ભાઈ, તારાબેન પરસોત્તમગિરિ (નારણપર), ગં.સ્વ. હંસાબેન રમેશગર (ગઢશીશા), સ્વ. દિનેશભારથી,
રેખાબેન મહેન્દ્રપુરી (ભાડઈ)ના પિતા, ગં.સ્વ ભાવનાબેન
દિનેશભારથીના સસરા, ખુશાલીબેન શૈલેષગિરિ (અજાપર-અંજાર),
યાજ્ઞિકભારથી, ક્રિન્સભારથીના દાદા, ખુશીબેન યાજ્ઞિકભારથીના દાદા સસરા, સ્વ. શિવભારથી કાળુભારથી
(જામથડા)ના ભત્રીજા, સ્વ. મંગલપુરી ભગવાનપુરી (મંગરા,
તા. મુંદરા)ના જમાઈ, સ્વ. નટવરપુરી, નંદલાલપુરી, સ્વ. પ્રભાબેન, સ્વ.
મોહનપુરીના બનેવી તા. 21-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનસભા તા. 23-4-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન
ઘોડાલખ ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ જોષી રાજેશ
મહેશભાઇ (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર) (ઉ.વ. 59) તે સ્વ. સાકરબેન મોરારજીના પૌત્રી, ગં.સ્વ. મંજુલાબેન મહેશભાઇના પુત્ર,
આશાબેનના પતિ, સ્વ. દેવેન્દ્રભાઇ, સ્વ. પ્રભાશંકર, ભાવેશભાઇ, સ્વ.
પદ્મકાંત, સ્વ. ઇન્દુબેન (સાંયરા)ના ભત્રીજા, પ્રવીણભાઇ (પોસ્ટ ઓફિસ), હસ્તા જયેશકુમાર હરિયામાણેક
(વરલી), ઉષા નીલેશકુમાર ટેવાણી (માંડવી)ના ભાઇ, આશાબેન (પૂજા)ના જેઠ, કિંજલબેન, સ્વ. સ્મિતભાઇ, વિવેકભાઇના પિતા, જીત, ઇશિતાના મોટાબાપા, વિવેકકુમાર
(મુંબઇ)ના સસરા, સ્વ. કાંતાબેન વિઠ્ઠલદાસ રત્નેશ્વર (મંજલ)ના
જમાઇ, સ્વ. અરવિંદભાઇ, છગનભાઇ, સ્વ. અનસૂયાબેન, સ્વ. શારદાબેનના બનેવી, સ્વ. બચુબેન ચાગપાર રત્નેશ્વર (ના.સરોવર)ના દોહિત્ર, જગદીશ, પ્રફુલ, નીલેશ, સુભાષ, અશ્વિન, નિર્મલ,
દીપક, ભરત, રાજન,
પ્રકાશ, ભાવિકના ભાઇ, દીપ,
ખુશાલ, મિત, શિવાંગ,
કૃપાલીના મામા, ધ્યાનના નાના તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-4-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 પંચકલ્યાણ વાડી, દરિયાસ્થાન શેરી, કોટડા-જ.
ખાતે.
ધનાવાડા (તા. અબડાસા) : હિંગોરા હાજી ઉમર સિધીક (ઉ.વ. 96) તે આદમભાઈ (એસ.ટી. ડ્રાઈવર), ગુલમામદ, મ. અબ્દુલગફુર,
ઇમરાનના પિતા તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-4-2026ના સવારે 10 વાગ્યે ધનાવાડા મસ્જિદમાં.
ગુનેરી (તા. લખપત) : જાડેજા હાલાજી દુજાજી (ઉ.વ. 85) તે જાડેજા ચનુભા હાલાજી, રાણાજી, સ્વરાજજીના પિતા, જાડેજા કાનજી ખીરાજી, લાખિયારજી, રવાજી, નારણજી, દાનસંગજી, આશાજી, મુરાજી, મંગલજી, સ્વરાજજીના કાકા, સ્વ. ખીરાજી, સ્વ. પૂંજાજી, જેઠાજીના ભાઇ, મહેન્દ્રસિંહ તથા જાલુભાના મોટાબાપુ, ભરતસિંહ, મિતરાજસિંહ, દક્ષરાજસિંહ, લાલજી, દેવાજી, મહિપતસિંહ, દશરતસિંહના દાદા તા. 20-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 30-4-2026ના ગુરુવારે સાંજે તથા ઘડાઢોળ તા. 1-5-2026ના શુક્રવારે સવારે નિવાસસ્થાન ગુનેરી ખાતે.