ભુજ, તા. 7 : શહેરના વોર્ડ નં. 1,2,3માં સફાઈ તથા ડોર ટુ ડોરની
કામગીરી થતી ન હોવા અંગે `આપ'ના ભુજ શહેર લઘુમતી સેલના મહામંત્રી ઈમ્તિયાઝ
મેમણે સુધરાઈના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. ઉપરોક્ત વિસ્તારો જેવા કે સરપટ નાકાથી
મહિલા આશ્રમ સુધીનો રોડ, ડોલર હોટલ ચોકડીથી સંજોનગર સુધીનો રસ્તો,
ભીડ નાકાથી દાદુપીર રોડ, રેલવે સ્ટેશન ચોકડી,
રેલવે સ્ટેશન મુખ્ય રોડ, ગાંધીનગરી-1,2 અંદરનો વિસ્તાર, સુરલભીટ્ટ રોડ, ખારીનદી
રોડ, ભુજિયો રિંગરોડ વિ. બહારના વિસ્તાર તથા અંદરના વિસ્તારમાં
છેલ્લા બે માસથી ડોર ટુ ડોર તથા સફાઈની કામગીરી કરાતી નથી. જેથી ઠેર-ઠેર કચરાના ઢગલા
અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે લોકોને બીમારીનો
ભોગ બનવું પડે છે. આ સમસ્યા સત્વરે દૂર કરવા માંગ કરાઈ હતી.