• સોમવાર, 20 મે, 2024

પંજાબને હરાવી બેંગ્લોરે પ્લેઓફની આશા જીવંત રાખી

ધર્મશાલા, તા. 9 : રનમશીન વિરાટ કોહલીના 47 દડામાં શાનદાર 92 રનના સહારે આજે અહીં નિસ્તેજ પંજાબને 60 રને હરાવીને આરસીબીએ પ્લેઓફની આશા જીવંત રાખી છે. 242 રનના મોટા લક્ષ્ય સામે પંજાબ 17 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થયું હતું. રિલીરોસો (27 દડામાં 61) અને શશાંકસિંહ (19 દડામાં 37) સિવાયના બેટધરો જામ્યા નહોતા. સિરાજે 43માં 3, સ્વપ્નીલે 28માં બે, ફર્ગ્યુસને 29માં બે વિકેટ ઝડપી હતી. અગાઉ વિરાટ કોહલીની 92 રનની ઝમકદાર ઇનિંગ્સની મદદથી પંજાબ કિંગ્સ વિરૂધ્ધની નોકઆઉટ સમાન મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમે વરસાદના વિઘ્ન વચ્ચે 20 ઓવરના અંતે 7 વિકેટે 241 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. પાટીદારે વિસ્ફોટક અર્ધસદી કરી હતી. જયારે કેમરૂન ગ્રીને આક્રમક 46 રન કર્યા હતા. નિર્ણાયક મેચમાં વિરાટ કોહલી 8 રને સદી ચૂકી ગયો હતો. તેણે બે જીવતદાન સાથે 47 દડામાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાથી 92 રનની લાજવાબ ઇનિંગ્સ રમી હતી. આરસીબીએ આખરી ઓવરમાં 77 રનનો ઉમેરો કર્યો હતો. પંજાબ તરફથી હર્ષલ પટેલને 3 વિકેટ મળી હતી. જે તમામ આખરી ઓવરમાં મળી હતી. આરસીબીનો પ્રારંભ સારો રહ્યો હતો અને 43 રનમાં કપ્તાન પ્લેસિસ (9) અને ફટકાબાજ વિલ જેકસ (12)ની વિકેટ ગુમાવી હતી. પછી વિરાટ કોહલી અને રજત પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટમાં 32 દડામાં 76 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાટીદાર ફકત 23 દડામાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાથી આતશી પપ રન કરી આઉટ થયો હતો. પછી વરસાદને લીધે રમત અટકી હતી. બાદમાં કોહલી-ગ્રીન વચ્ચે ચોથી વિકેટમાં 46 દડામાં 92 રનની ભાગીદારી થઇ હતી. કોહલી સદી નજીક પહોંચ્યા બાદ 18મી ઓવરમાં 92 રને કેચઆઉટ થયો હતો. ગ્રીન અંતિમ દડે આઉટ થયો હતો તેણે 27 દડામાં 46 રન કર્યા હતા. ડીકે 7 દડામાં 18 રનની કેમિયો ઇનિંગ રમ્યો હતો. હર્ષલે 3 અને નવોદિત કવરપ્પાએ 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang