• સોમવાર, 20 મે, 2024

સેમસનને કેચ આઉટ આપવા પર વિવાદ : મેચ ફીનો 30 ટકા દંડ

નવી દિલ્હી, તા. 8 : આઇપીએલની ગઇકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન પર મેચ ફીનો 30 ટકાનો દંડ થયો છે. તેણે અમ્પાયરના નિર્ણય સામે ઉગ્ર રીતે આપત્તિ વ્યક્ત કરી હતી. ગઇકાલની મેચમાં 222 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સના 20 ઓવરના અંતે 8 વિકેટે 201 રન થયા હતા. 20 રનની જીતથી દિલ્હી ટીમે તેની પ્લેઓફની આશા જીવંત રાખી હતી. મેચમાં રાજસ્થાનના કપ્તાન સંજૂ સેમસને 46 દડામાં 86 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. 16મી ઓવરમાં મુકેશકુમારના દડામાં તેનો કેચ લોંગ ઓન પર બાઉન્ડ્રી લાઇનની તદન નજીક શાઇ હોપે લીધો હતો. તેનો પગ બાઉન્ડ્રી લાઇનને અડયો છે કે નહીં તે તપાસવા માટે થર્ડ અમ્પાયર માઇકલ ગોફની મદદ લેવામાં આવી હતી. તેમણે રિવ્યૂ બાદ સેમસનને આઉટ આપ્યો હતો. જે પછી સંજૂ સેમસને મેદાની અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી અને નિર્ણયનો વિરોધ કર્યો હતો. વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતી. પછી મેચ રેફરીએ સંજૂ સેમસન પર મેચ ફીનો 30 ટકાનો દંડ ફટકાર્યો હતો. મેચ પછી સેમસનને જે રીતે આઉટ અપાયો તેના પર સારો એવો વિવાદ થયો હતો. કોમેન્ટેટર ઇરફાન પઠાણ અને નવજોતસિંઘ સિદ્ધૂએ કહ્યંy કે સંજૂ સેમસનને શંકાનો લાભ મળવો જોઇતો હતો. તે ખોટી રીતે આઉટ અપાયો છે. થર્ડ અમ્પાયરે જલ્દીથી નિર્ણય લીધો. મેચ બાદ રાજસ્થાનના કોચ સંગકારાએ પણ અમ્પાયરના નિર્ણયની ટીકા કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang