• સોમવાર, 20 મે, 2024

સ્પોર્ટસ મેનિયા-2024માં વિજેતાઓને સન્માનાયા

માંડવી, તા. 8 : બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળ દ્વારા રંગચુલી ખાતે `સ્પોર્ટસ મેનિયા 2024' અંતર્ગત ટેબલ ટેનિસ, ચેસ અને કેરમની રમતોમાં જ્ઞાતિના કુલ 39 ભાઇ-બહેને ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત જ્ઞાતિ ટ્રસ્ટ સુમિત્રા નારણજી મચ્છર તથા સમસ્ત ટ્રસ્ટ મંડળ દ્વારા દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે પ્રથમ અને દ્વિતીય આવનાર ખેલાડીને ટ્રસ્ટીઓ તથા કારોબારી સભ્યોના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી. ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ જિગર લક્ષ્મીદાસ સોનેજી તથા દ્વિતીય દિવ્ય ચંપક મામતોરા, ચેસ સ્પર્ધામાં પ્રથમ ભાવિક વસંત છાટબાર તથા દ્વિતીય દર્શન કિશોર સોનેજી તેમજ કેરમ સ્પર્ધામાં પ્રથમ વીનેશ પરસોત્તમ દુબલ તથા દ્વિતીય મહેશ કાનજી લિયા, મહિલા વિભાગમાં કેરમમાં પ્રથમ પ્રાચી જિતેન્દ્ર ઘેલા અને ચેસમાં શૈલી સંજય લિયા તથા 18 વયથી નીચેમાં વીર વિપુલ કારાતેલા રહ્યા હતા. સ્પર્ધકો માટે નવીનચંદ્ર લક્ષ્મીદાસ મામતોરા તરફથી એનર્જી ડ્રિન્કની વ્યવસ્થા કરાઈ હતી તેમજ જ્ઞાતિના ઉપપ્રમુખ તરફથી પ્રથમ અને દ્વિતીય આવનારને રોકડ પુરસ્કાર અપાયા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન દિવ્ય મામતોરા અને આભારવિધિ જ્ઞાતિના ઉપપ્રમુખ ચંપકભાઇ મામતોરાએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang