• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

મોદીની યાત્રા પહેલાં ઈઝરાયલમાં રાજનીતિ

તેલ અવીવ, તા. 23 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વર્ષ બાદ ઈઝરાયલની યાત્રાએ જઈ રહ્યા છે. ગત પ્રવાસથી લઈને અત્યાર સુધીમાં બન્નેમાં ઘણો બદલાવ આવ્યો છે. તેવામાં બન્ને તરફથી પ્રવાસની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. જો કે, હવે પીએમ મોદીના પ્રવાસ પહેલાં ઈઝરાયલમાં ઘરેલુ રાજનીતિ શરૂ થઈ છે. ઈઝરાયલી વિપક્ષી નેતા યાર લિપિડે પીએમ નેતન્યાહુને ચેતવણી આપી છે કે, જો પરંપરા મુજબ ઈઝરાયલી સુપ્રીમ કોર્ટના પ્રમુખને પીએમ મોદીના ભાષણ દરમિયાન સંસદનમાં ન બોલાવ્યા તો તેઓ પણ ભાષણનો બહિષ્કાર કરી શકે છે. દરમ્યાન સંરક્ષણ ક્ષેત્રે ભારતની `આત્મનિર્ભરતા'ની તાકાત વધારતાં ઈઝરાયલ તેની પ્રખ્યાત `આયરન ડોમ મિસાઈલ સંરક્ષણ પ્રણાલી' ભારતને આપી શકે છે. પીએમ મોદી 25 ફેબ્રુઆરીના ઈઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે, જેમાં તેઓ નેતન્યાહુ અને ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હેઝબર્ગ સાથે મુલાકાત કરશે અને ઈઝરાયલની સંસદને સંબોધન કરશે. આ સંબોધન મુદ્દે ઈઝરાયલમાં વિવાદ થઈ રહ્યો છે. વિપક્ષી નેતા લિપિડે માગણી કરી છે કે, રે પીએમ મોદી સંસદમાં સંબોધન કરે ત્યારે સુપ્રીમમાં કોર્ટના અધ્યક્ષ ઈત્ઝેક અમિટને પણ આમંત્રિત કરવામાં આવે. આ મામલે ભારતીય દૂતાવાસ સાથે પણ સંપર્ક કર્યો છે અને તેઓ પણ વિવાદથી ચિંતિત છે. ભારતના પીએમનું ઈઝરાયલની સંસદમાં આવવું તમામ માટે સન્માનની વાત છે. ઈઝરાયલી વિપક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બહિષ્કારનું આહ્વાન છે જ નહીં, પરંતુ સરકાર ઈરાદાપૂર્વક વિપક્ષને મુશ્કેલીમાં નાખવાની કોશિશ કરી  રહી છે. વિપક્ષી નેતાએ એવું પણ કહ્યું હતું કે, ભારતને અમારા કારણે શરમમાં મુકાવું પડે તેવું અમે નથી ઈચ્છતા. એવું ન બને કે, દોઢ અબજ જેટલા લોકોના દેશના વડાપ્રધાનને અહીં અડધી ખાલી સંસદની સામે ઊભા રહીને ભાષણ આપવું પડે તેવી ચીમકી પણ લિપિડે આપી હતી. જી તરફ, ઈઝરાયલના મુંબઈ સ્થિત કાઉન્સલ જનરલ યાનિશ રેવાયે સંકેત આપ્યો હતો કે, બન્ને દેશ રક્ષા સમજૂતીનો વ્યાપ વધારશે અને ઈઝરાયલ ભારતને આયરન ડોમ મિસાઈલ રક્ષા પ્રણાલીની ટેકનોલોજી આપશે.

Panchang

dd