• મંગળવાર, 23 જુલાઈ, 2024

ચાલુ બેઠકે ભ્રષ્ટ ક્લાર્ક સસ્પેન્ડ

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં ભાજપના મંત્રીમંડળમાં મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હવે તમામ મંત્રીઓ સક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને નેતાઓ હવે ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે આકરા બન્યા છે, ત્યારે આજે વધુ એક ભાજપ સરકારના મંત્રી ભ્રષ્ટાચારની સામે એક્શનમાં જોવા મળ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લાંચ માગનારા ક્લાર્કને ચાલુ માટિંગમાં દોડાવી સસ્પેન્સન પર સહી કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. આઉટ સાર્સિંગના આ કર્મચારીએ કેશોદની બીસીએ કોલેજને મંજૂરી માટે લાખો રૂપિયાની લાંચ માગી હતી, જેના કારણે શિક્ષણમંત્રીએ તેને ચાલુ મિટિંગે જ સસ્પેન્ડ કરી દીધો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ કેશોદની સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમ કોલેજે બીસીએ કોલેજની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી. જેની ફાઈલ ઉચ્ચશિક્ષણ વિભાગ પાસે પહોંચી હતી. આ દરમિયાન શિક્ષણ વિભાગના ઉપસચિવ બીએસ પરમારનાં કાર્યાલયમાં આઉટ સોર્સિંગ એજન્સી મારફતે ફરજ બજાવતા ક્લાર્કે કેશોદના સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીને વોટ્સએપ કોલ કરીને કોલેજની મંજૂરી માટે લાંચ માગી હતી. જો કે, કોલેજના ટ્રસ્ટીઓ ખોટી રીતે પૈસા આપવા માગતા ન હોવાથી તેઓ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મળ્યા હતા અને ક્લાર્કે મંજૂરી માટે પૈસા માગ્યા હોવાની ફરિયાદ કરી હતી. આ સાંભળીને પ્રફુલ્લ પાનસેરિયાએ તાત્કાલિક નાયબ સચિવ પરમારને વાત કરીને ચાલુ માટિંગમાં જ ઉપસચિવ પરમારને દોડવીને સસ્પેન્શન લેટર મગાવીને તેના પર સહી કરી દીધી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang