ગાંધીધામ, તા. 16 : ભચાઉના વોંધમાં રહેનાર હવાબેન
નાનજી સંઘાર (ઉ.વ.38) નામના મહિલાએ
ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ ગાગોદરમાં વશરામ સામાભાઇ કોળી (ઉ.વ.25)એ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું
હતું. વોંધ ગામમાં રહેનાર હવાબેન નામના મહિલા ગત તા. 15/10ના સાંજના અરસામાં પોતાના ઘરે
હતા દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેમણે દોરડી વડે ગળે ફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. બનાવ અંગે ભચાઉ પોલીસે નોંધ
કરી બનાવનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ ગાગોદરમાં બન્યો
હતો. મૂળ બાદલપર (પિછાણા)નો વશરામ કોળી નામનો યુવાન હાલમાં ગાગોદર ખાતે રહે છે. આ યુવાન
ગત તા. 15/10ના સવારના અરસામાં પોતાના ઘરે
હતો, દરમ્યાન
તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે ગાગોદર પોલીસે
નોંધ કરી બનાવની આગળની તપાસ હાથ ધરી છે.