ભુજ, તા. 10 : શહેરના લેકવ્યુ હોટેલ નજીક આવેલા વોક વે પાસે
સાંજના અરસામાં બેભાન અવસ્થામાં મળી આવેલા ભારાસર (તા. ભુજ)ના જેન્તીભાઈ કોલી નામના
યુવકનું મોત થયું હતું. મૃતકના ભાઈએ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં
લખાવેલી વિગતોને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, વોક વે નજીક બેભાન અવસ્થામાં પડેલા યુવક અંગે ફાયર શાખાને જાણ કરાતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેને તાત્કાલિક
જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
એ-ડિવિઝન પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.