• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ચપરેડીની વાડીમાંથી વાયરની ઉઠાંતરી

ભુજ, તા. 23 : તાલુકાના ચપરેડી (અટલનગર)ની સીમની વાડીમાંથી બોરવેલના વાયરની ઉઠાંતરી થતાં ફરિયાદ દાખલ થઈ છે. આ ચોરી અંગે ચપરેડી (અટલનગર)ના નરશીભાઈ ગોપાલભાઈ ગાગલે પદ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સાંજથી સવાર સુધીમાં સીમમાં આવેલી તેમની વાડી પરથી ખુલ્લી જગ્યામાં આવેલા બોરવેલનો 370 મીટર તાંબાનો વાયર જેની કિં. રૂા. 11,200ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો.

Panchang

dd